ખાલિસ્તાની ભાગેડુ અમૃતપાલ સિંહ પકડાયો, ગુરૂદ્વારામાંથી ધરપકડ

PC: aajtak.in

ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસે મોગા ગુરુદ્વારાથી તેની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ તરફથી ટ્વીટ કરીને તેની જાણકારી આપવામાં આવી છે. તે ઘણા દિવસોથી ફરાર ચાલી રહ્યો હતો. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, અમૃતપાલ સિંહે મોગા પોલીસ સામે મોડી રાત્રે સરેન્ડર કરી દીધું છે, પરંતુ ત્યારબાદ પંજાબ પોલીસે જણાવ્યું કે, અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેને મોગાના રોડેવાલ ગુરુદ્વારાથી પકડવામાં આવ્યો છે, જ્યાંથી પોલીસ તેને અમૃતસર લઈ ગઈ છે અને ત્યાંથી સીધો આસામના ડિબ્રૂગઢ જેલમાં મોકલવામાં આવશે.

પંજાબ પોલીસ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે, ‘અમૃતપાલ સિંહની પંજાબના મોગાથી ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસે વધુ જાણકારી પછી શેર કરશે.’ એ સિવાય પંજાબ પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે કોઈ પણ અફવા ફેલાવતા બચે. આ અગાઉ પંજાબ-હરિયાણા હાઇ કોર્ટે પણ પંજાબ પોલીસને ફટકાર લગાવી હતી કે જ્યારે તેમના સાથીઓને પકડી લીધા તો અમૃતપાલ સુધી કેમ ન પહોંચી શકી. હવે કહેવામાં આવી રહ્યું છે કે, અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમૃતપાલ સિંહ છેલ્લા ઘણા દિવસોથી ફરાર ચાલી રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા દ્વારા ઘણી વખત વીડિયો શેર કર્યા. કહેવામાં આવી રહ્યું હતું કે, તે વૈશાખીના અવસર પર સરેન્ડર કરશે, પરંતુ તેણે સરેન્ડર ન કર્યું. પંજાબ પોલીસે આખા દેશમાં નેપાળ બોર્ડર સુધી ઓપરેશન ચલાવ્યા. પંજાબ પોલીસના કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી. આ અગાઉ પંજાબ પોલીસે અમૃતપાલના નજીકના કહેવાતા પપ્પલપ્રીતની ધરપકડ કરી હતી.

પંજાબ પોલીસને તેણે નિવેદન આપ્યું હતું કે, ‘મને અમૃતપાલ બાબતે જાણકારી નથી. અમૃતપાલ આત્મસમર્પણ કરશે કે નહીં એ મને ખબર નથી.’ પપ્પલપ્રીતે સ્પષ્ટ કર્યું કે, અમે 28 માર્ચની રાત્રે જ અલગ થઈ ગયા હતા. પપ્પલપ્રીતની ધરપકડ બાદ તેના ચાન્સ વધી ગયા હતા કે અમૃતપાલ પણ હવે વધારે દિવસ નહીં રોકાય અને આત્મસમર્પણ કરશે. અમૃતપાલ સૌથી પહેલા 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે અજનાલા પોલીસ સ્ટેશનમાં પોતાના નજીકનાને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp