ડિઝલ વાહનો પર 10 ટકા GSTની ખબરમાં કેટલું સત્ય છે. જાણો ગડકરીએ શું કહ્યું

PC: indiashippingnews.com

ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા GSTલગાવવાના સમાચાર વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું કે, હાલમાં એવી કોઈ દરખાસ્ત મોકલવામાં આવી નથી જેમાં ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા GST ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવી હોય.

થોડા કલાકો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે નીતિન ગડકરીએ નાણામંત્રીને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં તેમણે ડીઝલ વાહનો પર વધારાનો 10 ટકા ટેક્સ લગાવવાની વાત કરી હતી. જો કે, હવે જ્યારે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી દીધી છે કેહાલમાં ડીઝલ વાહનો પર કોઈપણ પ્રકારનો વધારાનો ટેક્સ લાદવામાં આવશે નહીં. એટલે આ અટકળો પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.

પહેલા એવા સમાચાર આવ્યા હતા કેકે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ડીઝલ કારને લઈને નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાહન ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 63મા વાર્ષિક સંમેલનમાં નીતિન ગડકરીએ ડીઝલ વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને નાણાં મંત્રીને મળવાના છે.

મીડિય રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ હતું કે વાયુ પ્રદુષણને ઘટાડવા માટે ડીઝલ વાહનો અને જનરેટર સેટ પર પ્રદુષણ ટેક્સ તરીકે 10 ટકા વધારાનો GST લગાવવા માટે ગડકરી નાણામંત્રીને ભલામણ કરવાના છે.

હાલમાં દેશમાં મોટા ભાગના કોમર્શિયલ વાહનો ડીઝલ પર ચાલે છે, જો નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પ્રસ્તાવને મંજૂરી આપે તો ભારતમાં ડીઝલ કાર ઘણી મોંઘી થઈ જશે. મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડા સહિત વિવિધ કાર ઉત્પાદકોએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં ડીઝલ કારમાં પહેલેથી જ નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદકોએ તેને બજારમાં વેચવાનું બંધ કરવું પડશે. ડીઝલને ખતરનાક ઈંધણ ગણાવતા તેમણે કહ્યું કે દેશમાં માંગને પહોંચી વળવા ઈંધણની આયાત કરવી પડે છે. ગડકરીએ કહ્યુ હતું કે, ડીઝલને અલવિદા કહી દેજો નહી તો અમે એટલો ટેક્સ વધારી દઇશું કે ડીઝલ કાર વેચવી મુશ્કેલ થઇ પડશે.

હાલમાં, ઓટોમોબાઈલ પર 28 ટકા GST અને વાહનના પ્રકાર પર આધાર રાખીને 1 ટકાથી 22 ટકા સુધીનો વધારાનો ટેક્સ લાગે છે. નીતિન ગડકરીએ ઓટો ઉદ્યોગને ઇથેનોલ અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઇકો-ફ્રેન્ડલી વૈકલ્પિક ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp