આ ગામમાં જીવતી મહિલાની નીકળી શવયાત્રા, જાણો કારણ

PC: youtube.com

મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ટાંડા બરૂડ ગામમાંથી એક નોકો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામમાં ચોમાસાની લાંબી ખેંચને કારણે ક્ષેત્રના લોકોમાં ચિંતા છે. લાંબા સમયથી સારો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો તેમના પાકને લઇ ચિંતામાં છે. તેની સીધી અસર વેપાર પર પણ પડી રહી છે. ક્ષેત્રમાં ઈંદ્રદેવતાને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના જતનો કરવામાં આવી રહ્યા છે. લોકો ખેતરોમાં પૂજા કરી ઈંદ્ર દેવતાને પ્રાર્થના કરી વરસાદની રાહ જોઇ બેઠા છે. તો ઘણી જગ્યાએ કાકડ પૂજન પણ કરવામાં આવી રહ્યું છે.

પાણીના અભાવમાં પાકો સૂકાયા

ખરગોનના ખેડૂતોનું માનવું છે કે, જો અઠવાડિયામાં વરસાદ પડ્યો નહીં તો ખેતરોમાં લહેરાઇ રહેલા પાકોને નુકસાન થશે. ફરી એકવાર ખેડૂતોના માથે દેવુ ચઢશે. ગામના લોકોને પીવાના પાણી માટે પણ ફાફા પડશે. ખેડૂતોમાં પાકોને લઇ ચિંતા વધી છે. બીજી બાજુ ધણોને લઇ પણ ચિંતા છે. સ્થિતિ એવી છે કે ખેડૂતો પોતાના પૈસા ખેતીકામના કામોમાં સંપૂર્ણ રીતે ખર્ચ કરી ચૂક્યા છે. પાણીના અભાવમાં પાકો સૂકાઇ રહ્યા છે. તેને લઇ લોકો હવે ઈન્દ્ર દેવતાને મનાવવા નવા નવા જતનો કરી રહ્યા છે.

હાથોમાં માટલું લઇ ચાલી રહી હતી મહિલાઓ

શનિવારે બપોરના સમયે બ્રાહ્મણપુરી મોહલ્લાથી મોટી સંખ્યામાં મહિલાઓએ મળીને એક જીવંત મહિલાની અરથી સજાવી તેને ગામના મુખ્ય રસ્તાઓથી કાઢી. આ શવયાત્રામાં મહિલાઓ એક એક માટલુ લઇ ચાલી રહી હતી. તો ઘણી મહિલાઓ શવયાત્રાની પાછળ રુદનના સ્વરમાં રામ નામ સત્ય બોલી રહી હતી.

મુર્દા બડા મસ્ત હે ના લાગ્યા નારા

‘મુર્દા બદા મસ્ત હૈ’ના નારા લગાવી રહેલી મહિલાઓએ લાલ સાડી પહેરી હતી. શવયાત્રા દરમિયાન ગામના ચોરા પર મહિલાને રાખી અન્ય રડવાનું નાટક કરતા રહ્યા. આખા ગામમા શવને ફરાવ્યા પછી બ્રાહ્મણપુરી મોહલ્લામાં સમાપન થયું. ગામના લોકોનું માનવું છે કે આ પ્રકારના ટોટકાથી ઈન્દ્ર દેવ પ્રસન્ન થાય છે અને ક્ષેત્રમાં વરસાદ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp