વિધવા પેન્શનની રમત, કોઈએ પતિને મૃત બતાવ્યો, તો કોઈ બીજા લગ્ન કરી લેય છે પેન્શન

હરિયાણામાં ભ્રષ્ટાચારને રોકવા માટે, સરકારી યોજનાઓને 'પરિવાર પેહચાન પત્ર' (PPP) સાથે જોડવાના ફાયદા દેખાઈ રહ્યા છે. 'પરિવાર પહેચાન પત્ર' (PPP) પોર્ટલ પર દાખલ કરાયેલા ડેટાની ચકાસણીમાં 16 હજાર એવી વિધવાઓ મળી આવી છે કે જેઓ ખોટી રીતે પેન્શન લઈ રહી હતી.

તેમાંથી કેટલાકે પોતાના જીવતા પતિને મરેલો જાહેર કરીને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાંથી પેન્શન મેળવ્યું હતું, જ્યારે કોઈએ પતિના મૃત્યુ પછી ફરીથી લગ્ન કરીને સેટલ થઈ ગયા હતા, પરંતુ તેને મળતું પેન્શન બંધ નહોતું કરાવ્યું. છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સરકારે તેમનું પેન્શન બંધ કરી દીધું હતું.

હરિયાણામાં સામાજિક કલ્યાણ યોજના હેઠળ વિધવાઓને દર મહિને 2500 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. આ છેતરપિંડીનો પર્દાફાશ PPP પોર્ટલ પર નોંધાયેલા ડેટા પરથી થયો હતો જેમાં આ મહિલાઓએ તેમના પતિનું નામ લખેલું છે. કોલમમાં વિધવાઓના પતિના નામની આગળ સ્વર્ગવાસી લખાયેલું ન હોવાથી મામલો સામે આવ્યો હતો.

હવે સર્વે દ્વારા આ મહિલાઓના ડેટાની ચકાસણી કરવામાં આવી રહી છે. હકદાર મહિલાઓનું પેન્શન મહિનાના અંત સુધી પુનઃસ્થાપિત કરવામાં આવશે, જ્યારે પુનર્લગ્ન કરેલી મહિલાઓનું પેન્શન બંધ રહેશે. જોકે ડિફોલ્ટર મહિલાઓ પાસેથી પેન્શનની રકમ વસૂલવામાં આવશે નહીં, પરંતુ જ્યારે તેમને વૃદ્ધાવસ્થા પેન્શન મળશે ત્યારે આ રકમ તેમાંથી એડજસ્ટ કરવામાં આવશે. સરકારે આવી મહિલાઓનો તમામ ડેટા પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે.

જ્યારે, PPP કાર્ડમાં બે લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક દર્શાવતા પરિવારના વૃદ્ધ લોકો, જેમની ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે, તેમનું પેન્શન આપોઆપ ચાલુ થઈ જશે. આવા લગભગ 23 હજાર લોકોની ઓળખ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીઓ તેમના ઘરે જઈને ડેટાની ચકાસણી કર્યા બાદ પેન્શન બનાવશે.

તેમાંથી લગભગ 700 લોકોએ તેઓ સક્ષમ હોવાનું કહીને પેન્શન મેળવવાનો ઇનકાર કરી દીધો છે. અન્ય હકદાર લોકોનું પેન્શન ટૂંક સમયમાં શરૂ થશે. ખાસ વાત એ છે કે હવે કોઈ પણ વ્યક્તિએ પેન્શન લેવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહિ ખાવા પડે. પોર્ટલ પર દાખલ કરેલ ઉંમર અને કુટુંબની આવક અનુસાર, મળવાપાત્ર પેન્શન તેના નિર્ધારિત સમયે આપમેળે શરૂ થશે.

હરિયાણામાં 3.5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા 3 લાખ વૃદ્ધોનું પેન્શન બંધ કર્યા બાદ હવે જુલાઈથી એવા વૃદ્ધોનું પેન્શન બંધ થઈ જશે જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ છે. રાજ્યમાં નિયમો અનુસાર વાર્ષિક બે લાખ રૂપિયા સુધીની કમાણી કરતા દંપતી જ પેન્શન મેળવવા માટે હકદાર છે.

PPP પોર્ટલ દ્વારા ખોટી રીતે પેન્શન મેળવતા યુગલોની ઓળખ થયા બાદ પ્રથમ તબક્કામાં 5 લાખ રૂપિયાથી વધુ અને બીજા તબક્કામાં 3.5 લાખથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોનું પેન્શન બંધ કરવામાં આવ્યું હતું. આ મહિને 2.5 થી 3.5 લાખ રૂપિયા કમાતા વૃદ્ધ યુગલોનું પેન્શન બંધ થઈ જશે. આગામી તબક્કામાં વાર્ષિક રૂ. 2 લાખથી વધુ કમાનારનું પેન્શન બંધ કરવામાં આવશે.

CM મનોહર લાલે રાજ્યના તમામ એચઆઈવી પીડિતો અને કેન્સરના દર્દીઓ માટે પેન્શનની જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ હજુ થઈ શક્યો નથી. કારણ એ છે કે આરોગ્ય વિભાગ લાંબા સમય પછી પણ આ દર્દીઓનો રેકોર્ડ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને આપી શક્યું નથી. હવે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે આરોગ્ય વિભાગ HIV પીડિત અને કેન્સરના દર્દીઓને પેન્શન આપશે. ટૂંક સમયમાં જ યોગ્ય લોકોને પેન્શન મળવા લાગશે.

સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ઓમ પ્રકાશ યાદવનું કહેવું છે કે રાજ્યમાં કુલ 27 લાખ લોકોને પેન્શન આપવામાં આવી રહ્યું છે. અમે તમામ પેન્શનરોને PPP સાથે લિંક કર્યા છે. પોર્ટલ પર ત્રણ લાખ લોકોની આવક વાર્ષિક સાડા ત્રણ લાખ રૂપિયાને વટાવી ગઈ છે, જેમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે, પોર્ટલ પર 16 હજાર વિધવાઓની ઓળખ કરવામાં આવી છે જેમના નામ તેમના પતિના નામની આગળ લખવામાં આવ્યા હતા.

યાદવે કહ્યું કે તેમનું પેન્શન બંધ કરીને અમે ડેટા વેરિફિકેશનનું કામ શરૂ કર્યું છે. એવું પણ શક્ય છે કે આ મહિલાઓના નામની આગળ પતિનું નામ ભૂલથી લખવામાં આવ્યું હોય કારણ કે ગામડાઓમાં મહિલાઓ અજાણતાં મૃત પતિનું નામ સ્વર્ગીય તરીકે લગાવતી નથી, જેના કારણે આ પ્રકારની ખોટી માહિતી એકત્ર કરવામાં આવી હોય શકે. જે મહિલાઓ ખરેખર વિધવા છે, તેમનું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવશે. જે વિધવાઓએ ફરીથી લગ્ન કર્યા છે, તેમનું પેન્શન બંધ કરવામાં આવશે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.