ગાંધીજીના પ્રપૌત્ર તુષારે કહ્યું- રાહુલના રૂપમાં એક ભરોસાનો અવાજ ઉભો થયો છે
ગાંધી ફરી એક વખત વિવાદમાં છે. જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે LAWની ડિગ્રી નહોતી. તેમની પાસે માત્ર હાઇસ્કુલની એક ડિપ્લોમાની ડિગ્રી હતી.મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ મનોજ સિંહાની વાત ખોટી હોવાનું કહ્યું છે અને બાપુની ડિગ્રી પણ બતાવી દીધી છે. મહાત્મા ગાંધી પર ઉઠી રહેલા સવાલો, વધી રહેલી નફરત અને રાજકીય દુશ્મનીના વધી રહેલા મામલા પર તુષાર ગાંધીએ મીડિયા સાથે વાત કરી છે.
તુષાર ગાંધીને સવાલ પુછવામાં આવ્યો હતો કે, રાહુલ ગાંધીએ કોર્ટમાં માફી નહોતી માંગી અને કહ્યુ કે, તેઓ સાવરકર નહી ગાંધી છે અને ગાંધી માફી નથી માંગતા. શું માફી માંગીને સંસંદમાં રહેવું વધારે યોગ્ય નહી રહેતે? તુષાર ગાંધીએ જવાબ આપતા કહ્યું હતુ કે, જો રાહુલ ગાંધી માફી માંગતે તો સાબિત થઇ જતે કે તેમણે જે કહ્યું હતું, તે સાચું નહોતું. રાહુલ ગાંધીના નિવેદનમાં કોઇ જાતિનું અપમાન કરવાનો ઇરાદો નહોતો.
મને નથી લાગતું કે તેમણે જે કહ્યું હતું, તેમાં કોઇના માટે ઘૃણા હતી. એ નિવેદનને ભાજપ જ્ઞાતિવાદી રંગ આપવા માંગે છે. આખી દુનિયા જાણે છે કે જેમની વાત કરવામાં આવી હતી તેઓએ શું કર્યું છે. જો રાહુલ ઉચ્ચ અદાલતમાં દોષિત સાબિત થાય તો પણ મને લાગે છે કે તેણે માફી માંગવી જોઈએ નહીં. એ ઐતિહાસિક હકીકત છે કે સાવરકરે માફી માંગ્યા પછી તેમની મુક્તિ થઈ હતી. આ કોઈ બનાવટી વાત નથી.
તમે રાહુલની સાથે ભારત જોડો યાત્રામાં ગયા હતા, રાહુલ અને કોંગ્રસનું શું ભવિષ્ય છે? તુષાર ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે, રાહુલ ગાંધી માટે મને ખાસ્સું સન્માન છે, એટલે હું ભારત જોડો યાત્રામાં ગયો હતો. છેલ્લાં આઠેક વર્ષમાં રાજકારણમાં એક ભરાસો લાયક અવાજ જો કોઇ ઉઠી રહ્યો હોય તો તે રાહુલ ગાંધી છે. તેમણે પોતાની જાતમાં ઘણો બદલાવ કર્યો છે. તેમણે એક અલગ પ્રકારની નેતાગીરી માટે ઘણી મહેનત કરી છે. પરંતુ કોંગ્રેસની નેતાઓએ પોતાની જાતને સુધારવાની જરૂર છે.
દેશને હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાત થઇ રહી છે. ગાંધી પણ ધર્મને રાજનીતિનો મહત્ત્વનો હિસ્સો માનતા હતા. તો હિંદુ રાષ્ટ્રમાં શું પ્રોબ્લેમ છે? આ સવાલના જવાબમાં તુષાર ગાંધીએ કહ્યું કે, ભારત હમેંશાથી હિંદુઓનું રાષ્ટ્ર જ રહ્યું છે, પરંતુ જે લોકો હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે તેઓ પોલિટિકલ હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યા છે. આ ભૂમિની સ્વતંત્રતા માટે બાપુએ લડત આપી હતી, તેમણે નોન હિંદુઓના કોઇ રાષ્ટ્ર બનાવવાની વાત નહોતી કરી. જે લોકો પોલિટિકલ હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે તેમાં ગાંધીની કોઇ જગ્યા નથી.
ભાજપ નેતાઓ વારંવાર કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યા છે, શું આ સંભવ છે? તુષાર ગાંધીએ કહ્યું કે, ભાજપ માટે એ કહેવા માગું છું કે તેઓ સ્પષ્ટ બોલી દે છે. સંસદમાં બેઠેલો લોકો કહે છે કે રાષ્ટ્રપિતા કોઇ નથી હોતા, તો બાપુની પ્રતિમા સામે નતમસ્તક ઉભા રહેતા અને ફોટો પડાવતા રહેતા પ્રધાનમંત્રી કેમ કશું નથી બોલતા?
સક્રીય રાજનીતિમાં આવવાની કોઇ યોજના છે? આ ,વાલના જવાબમાં તુષાર ગાંધીએ કહ્યું કે, હું ઇલેક્ટોરલ પોલિટીક્સમાં નહીં આવીશ, પરંતુ એક્ટિવ પોલિટિક્સમાં જરૂર રહીશ. મારું લક્ષ્ય RSSની રાજનીતિને હરાવવાનું છે. એના માટે મને જરૂર પડશે તો કોંગ્રેસની સાથે, વામપંથી કે સોશયલિસ્ટની સાથે ઉભો રહેવું પડે તો પણ હું ઉભો રહીશે.
જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે કોઇ યુનિવર્સિટીની ડિગ્રી નહોતી. ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સિંહાના દાવાનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે મહાત્મા ગાંધી પાસે ડિગ્રીઓની સાથે બે ભાષાઓમાં ડિપ્લોમાં પણ કર્યું હતું. તેમણે ઉપરાજ્યપાલને ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો મોકલી આપી છે. મનોજ સિંહાના નિવેદન પછી લોકોની નારાજગી વધી જતા તેમણે ફેરવી તોળ્યુ હતું કે મારા નિવેદનનો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp