એક દિવસમાં 31 લીટર દૂધ આપીને ‘ગંગા’ બની નંબર વન ભેંસ

હરિયાણાના હિસારમાં મુર્રા પ્રજાતિની ભેંસ ગંગાએ એક દિવસમાં 31 લીટર દૂધ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં ગંગાનું નામ ઘણી વખત નોંધાઇ ચૂક્યું છે. ગંગાના માલિક અને ખેડૂત જય સિંહે કહ્યું કે, આ ભેંસને ઘણા લોકોએ ખરીદવા માટે આવી ચૂક્યા છે. ત્યાં સુધી કે લોકો 15 લાખ રૂપિયા સુધી પણ આપવા માટે તૈયાર હતા. પછી પણ તેમણે ગંગાને ન આપી.

જાણકારી અનુસાર, સોરખી ગામના રહેવાસી ખેડૂત જયસિંહ અને તેમના પત્ની બીનાએ પશુપાલનના ક્ષેત્રમાં ઘણું સારું યોગદાન આપવા બદલ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને કૃષી મંત્રી જેપી દલાલ પણ સન્માનિત કરી ચૂક્યા છે. તે સિવાય દંપત્તિને વર્ષ 2017માં સૂરજકુંડ મેળામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથે પણ સન્માનિત કર્યા હતા.

ખેડૂત જય સિંહે કહ્યું કે, ભેંસ ગંગાએ કરનાલમાં લાગેલા રાષ્ટ્રિય ડેરી મેળામાં એક દિવસમાં 31 કિલો 100 ગ્રામ દૂધ આપીને પંજાબ તથા હરિયાણા માટે આ વર્ષે રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય ડેરીમાં ગંગાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમને તેના માટે 21 હજાર રૂપિયાનું ઇનામ મળ્યું.

તેમણે કહ્યું કે, ગંગા પ્રતિદિન 60 હજાર રૂપિયાનું દૂધ આપે છે. તેની ઉંમર 15 વર્ષ છે. જ્યારે ગંગા 5 વર્ષની હતી ત્યારે તેઓ તેને લાવ્યા હતા. તેઓ ગંગાને પોતાના ઘરના સભ્યની જેમ જ રાખે છે. ગંગાને એક દિવસમાં 13 કિલો ખોરાક અને બે કિલો ગોળ ખવડાવવામાં આવે છે.

ગંગાની દિવસમાં 8 કલાક દેખરેખ રાખવામાં આવે છે. પ્રતિદિન નવડાવવામાં આવે છે. દર પાંચ કલાક પછી ભેંસને પાણી પીવડાવવામાં આવે છે. ખેડૂત જયસિંહે કહ્યું કે, તેમની પાસે આમ તો અન્ય ભેંસ પણ છે. પણ સૌથી ઉત્તમ ક્વોલીટીની ભેંસ ગંગા જ છે. તેમણ કહ્યું કે, તેઓ ગ્રાહકોને 65 રૂપિયા પ્રતિ કિલોની કિંમત પર દૂધ વેચે છે.

ગંગાએ વર્ષ 2015માં એક દિવસમાં 26 કિલો 306 ગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2017માં એક દિવસમાં 26 કિલો 900 ગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો, વર્ષ 2021માં એક દિવસમાં 27 કિલો 330 ગ્રામ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો અને હવે 2023માં 31 લીટર દૂધ આપીને ગંગાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.