જેના માથે બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાની જવાબદારી હતી તે પોલીસ OYOમા રેપ કરતો

હરિયાણાના પલવલમાં એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. જેના માથે બળાત્કાર પીડિતાને ન્યાય અપાવવાની જવાબદારી છે તેણે તેની ઈજ્જત લૂંટી લીધી. પલવલમાં ગેંગરેપ પીડિત યુવતીએ હવે પોલીસના જ એક ASIએ તેના પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો છે.

આરોપ છે કે, પોલીસકર્મી તેને તપાસના બહાને ઘરેથી બોલાવી લેતો હતો અને OYO હોટેલમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારતો હતો. આટલું જ નહીં, તે ગેંગરેપ પીડિત યુવતીને આનો વિરોધ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પોલીસકર્મીએ કિશોરી પર ગેંગરેપના કેસમાં સંમતિ આપવા માટેનું દબાણ પણ કર્યું હતું. હવે પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ASI વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે પલવલના SP રાજેશ દુગ્ગલે જણાવ્યું કે, હોડલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામની 15 વર્ષની સગીર છોકરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, 2022માં તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ કરીને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો, જેની તપાસ ASI સુશીલા અને ASI હંસરાજ કરી રહ્યા હતા.

બંને તેને બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ ગયા હતા અને કોર્ટમાં નિવેદન પણ નોંધ્યું હતું. SPએ કહ્યું કે અહીંથી ASI હંસરાજ તેને સહી કરાવવાના બહાને OYO હોટલના રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો.

વિરોધ કરવા પર આરોપી પોલીસકર્મીએ યુવતીને ધમકી આપી કે, જો તે આ વિશે કોઈને કહેશે તો તે તેને જાનથી મારી નાંખશે. એવો પણ આરોપ છે કે, તે પછી આરોપી ASI ગેંગરેપના આરોપીઓની સાથે મળીને તેના પર સમાધાન કરવા માટેનું દબાણ પણ કર્યું.

અધિકારીના જણાવ્યા મુજબ, ફરિયાદમાં પીડિતા વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આરોપીએ તેને 17,000 રૂપિયાનો ફોન પણ ખરીદીને આપ્યો હતો, જેથી તે ગેંગરેપ કેસમાં સમાધાન કરવા તૈયાર થઈ જાય.

પીડિતાએ આ આખી વાત તેની માતાને જણાવી, ત્યારબાદ બંનેએ DSP અને પલવલ SPને ફરિયાદ કરી. મહિલા પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધી લીધો છે. SPએ કહ્યું છે કે, ફરિયાદના આધારે કેસ નોંધીને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જો કોઈ દોષિત જણાશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો
Copyright (c) Khabarchhe All Rights Reserved.