2 વાર ધારાસભ્ય, 1 વાર સાંસદ જાણો અતીક કેવી રીતે ગેંગસ્ટરમાંથી નેતા બન્યો

PC: moneycontrol.com

ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદ અને ગુલામના એન્કાઉન્ટરના બરાબર 2 દિવસ બાદ માફિયા ડોન અતિક અહમદ અને તેના ભાઈ અશરફની પણ હત્યા કરી દેવામાં આવી છે. બંનેને એ સમયે ગોળી મારી દેવામાં આવી, જ્યારે તેમને મેડિકલ માટે કોલ્વિન હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. પ્રયાગરાજમાં મેડિકલ કૉલેજ પાસે હુમલાવરોએ અતિક અને અશરફને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા. કહેવામાં આવી રહ્યું છે એક આ દરમિયાન હુમલાવરોએ જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. અતિક અને અશરફની હત્યા કરનારા ત્રણેય હુમલાવરોની પોલીસે ધરપકડ કરી લીધી છે. એવામાં આજે આપણે આ આર્ટિકલમાં અતિકની ક્રાઇમ કુંડળી વિશે જાણીશું.

અતિકની ગુનાહિત કહાનીની શરૂઆત 44 વર્ષ અગાઉ 1979માં થયો હતો. એ સમયે અલ્લાહાબાદના ચાકિયા મોહલ્લામાં ફિરોઝ અહમદનો પરિવાર રહેતો હતો, જે ઘોડાગાડી ચલાવીને પરિવારનું ગજરાન ચલાવતો હતો. ફિરોઝનો દીકરો અતિક હાઇસ્કૂલમાં ફેલ થઈ ગયો હતો. ત્યારબાદ ભણવામાંથી મન ઉઠી ગયું. તેને અમીર બનવાનો ચસ્કો લાગ્યો. એટલે તે ખોટા ધંધામાં પડી ગયો અને રંગદારી વસૂલી કરવા લાગ્યો. માત્ર 17 વર્ષની ઉંમરમાં અતિકના માથે હત્યાનો આરોપ લાગી ચૂક્યો હતો.

એ સમયે જૂના શહેરમાં ચાંદ બાબાનો દૌર હતો. પોલીસ અને નેતા બંને ચાંદ બાબાના ડરને સમાપ્ત કરવા માગતા હતા. તો અતિકને પોલીસ અને નેતાઓનો સાથ મળ્યો, પરંતુ આગળ જઈને અતિક ચાંદ બાબાથી વધારે ખતરનાક સાબિત થયો. ત્યારબાદ અતિકનું નામ જૂન 1995માં લખનૌ ગેસ્ટ હાઉસ કાંડમાં પણ સામે આવ્યું. તે એ કાંડનો મુખ્ય આરોપીઓમાંથી એક હતો જેણે માયાવતી પર હુમલો કર્યો હતો. માયાવતીએ ગેસ્ટ હાઉસ કાંડના ઘણા આરોપીઓને માફ કરી દીધા, પરંતુ અતિકને નહીં.

માયાવતી સત્તામાં આવ્યા બાદ અતિકની ઊલટી ગણતરી શરૂ થઈ. માયવાતી શાસનકાળ દરમિયાન અતિક પર કાયદાકીય શકંજો કસાવા સાથે સાથે તેની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવાથી લઈને ઘણી મોટી કાર્યવાહી થઈ હતી.  માયાવતી સરકાર દરમિયાન અતિક જેલના સળિયા પાછળ જ રહ્યો. BSPના સમયમાં અતિકની ઓફિસ પાડવા સાથે સાથે તેની સંપત્તિઓ જપ્ત કરાવીને તેને જેલ મોકલી આપવામાં આવ્યો. માયાવતીના શાસનમાં તેની રાજનૈતિક પકડને નબળી નહીં, પરંતુ પૂરી રીતે સમાપ્ત કરી દેવામાં આવી હતી.

દેશમાં સામાન્ય ચૂંટણી થઈ ચૂકી હતી. ઉત્તર પ્રદેહન ફૂલપુર લોકસભા સીટ પરથી અતિકે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીત હાંસલ કરી. આ અગાઉ અતિક અલ્લાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય હતો, પરંતુ તેના સાંસદ બની ગયા બાદ એ સીટ ખાલી થઈ ગઈ. થોડા દિવસ બાદ ચૂંટણીની જાહેરાત થઈ. એ સીટ પર અતિકના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યો, પરંતુ BSPએ અશરફ સામે રાજૂ પાલને પોતાનો ઉમેદવાર બનાવીને ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધો.

જ્યારે પેટાચૂંટણી થઈ તો ચોંકાવનારા પરિણામ આવ્યા, રાજૂ પાલે અશરફને હરાવી દીધો. પેટાચૂંટણીમાં અશરફની હારથી અતિકના પક્ષમાં હાહાકાર હતો, પરંતુ ધીરે ધીરે મામલો થાળે પડી ચૂક્યો હતો, પરંતુ રાજૂ પાલની જીતની ખુશી વધારે દિવસ કાયમ ન રહી શકી. પહેલી વખત ધારાસભ્ય બનેલા રાજૂ પાલની થોડા મહિના બાદ 25 જાન્યુઆરી 2005ના રોજ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ નામના 2 લોકોના પણ મોત થાય હતા, જ્યારે અન્ય 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ હત્યાકાંડથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં હાહાકાર મચી ગયો હતો.

આ હત્યાકાંડમાં સીધી રીતે અતિક અને અશરફનું નામ સામે આવ્યું. ત્યારબાદ રાજૂ પાલની પત્ની પૂજાએ ફરિયાદ નોંધાવી હતી. ધોળા દિવસે રાજૂ પાલની હત્યાથી આખો વિસ્તાર શોકમાં ડૂબી ગયો હતો. BSPએ સમાજવાદી પાર્ટીના સાંસદ અતિક વિરુદ્ધ હલ્લાબૉલ કરી રાખ્યો હતો. એ દરમિયાન રાજૂ પાલની પત્નીએ ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવ્યો. એ રિપોર્ટમાં અતિક, અશરફ, ખાલીદ અજીમને નામિત કર્યા હતા. કેસ નોંધાયા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી હતી.

હાઇ પ્રોફાઇલ મર્ડર કેસમાં ઉમેશ પાલ એક મહત્ત્વનો સાક્ષી હતો. જ્યારે એ કેસની તપાસ આગળ વધી તો ઉમેશ પાલને ધમકીઓ મળવા લાગી. તેણે પોતાના જીવનું જોખમ બતાવતા પોલીસ અને કોર્ટ પાસે સુરક્ષા માગી. ત્યારબાદ કોર્ટના આદેશ પર ઉમેશ પાલને ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી સુરક્ષા માટે 2 ગનર આપવામાં આવ્યા. રાજૂ પાલની હત્યાકાંડની તપાસમાં લાગેલી પોલીસે દિવસ-રાત એક કરી દીધા હતા. પોલીસે આ હત્યાકાંડના વિવેચન બાદ અતિક અને તેના ભાઈ સહિત 11 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરેલી.

CB-CIDની તપાસથી પણ રાજૂ પાલનો પરિવાર નાખુશ હતો. નિરાશ થઈને તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. કેસને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ CBIને સોંપવાનું ફરમાન કર્યું. સુપ્રીમ કોર્ટના આદેશ પર CBIએ રાજૂ પાલ હત્યાકાંડમાં નવી રીતે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી દીધી. લગભગ 3 વર્ષ વિવેચન કર્યા બાદ CBIએ બધા આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. રાજૂ પાલ હત્યાકાંડની સુનાવણી કરતા CBI કોર્ટના સ્પેશિયલ જજ કવિતા મિશ્રાએ 6 આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા.

આ હત્યાકાંડમાં અતિકના ભાઈ અશરફ સહિત અન્ય લોકો સામેલ હતા. બધા આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાનું ષડયંત્ર અને હત્યાના પ્રયાસમાં આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, કોર્ટ સામે આરોપીઓએ ઇનકાર કરતા ટ્રાયલ માગી હતી. કેસની સુનાવણી માટે કોર્ટમાં આરોપી અશરફ અને ફરહાનને જેલથી લાવીને રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે પેરોલ પર ચાલી રહેલા રંજિત પાલ, આબીદ, ઇસરાર, અહમદ અને જૂનૈદ પોતે જઈને કોર્ટમાં રજૂ થયા હતા.

આ કેસમાં માર્યો ગયેલો ઉમેશ પાલ પ્રયાગરાજના રાજૂ પાલ હત્યાકાંડનો મહત્ત્વનો સાક્ષી હતો. તેની જુબાની પર જ અતિક સહિત બધા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઉમેશ પાલને પહેલા ધમકીઓ મળી હતી. આ જ કારણ છે કે તેને ઉત્તર પ્રદેશ પોલીસે કોર્ટના આદેશ પર 2 સુરક્ષાકર્મી આપ્યા હતા. 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરજમાં ધૂમનગંજ વિસ્તારમાં ઉમેશ પાલ જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેની હત્યા કરી દેવામાં આવી. પોલીસ હવે આખા મામલાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp