NIAએ ગુજરાતમાં છુપાયેલા રાજસ્થાનના ઇનામી ગેંગસ્ટર દબોચ્યો, કૈલાશ મંજુ કોણ છે

PC: siasat.com

રાજસ્થાનના જોધપુરનો એક લાખ રૂપિયાનો ઇનામી ગેંગસ્ટર કૈલાશ માંજુની NIAની ટીમે ગુજરાતમાં છાપેમારી કરીને ધરપકડ કરી છે. કૈલાશ માંજુ વિરુદ્ધ રાજસ્થાન સમાજ વિરોધી ક્રિયાકલાપ અધિનિયમ એટલે કે રાજપાસા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં કૈલાશ માંજુને 1 વર્ષ માટે અટકાયત કરવાના વર્ષ 2019માં આદેશ જાહેર થયા હતા. ત્યારબાદથી આરોપી ગેંગસ્ટર કૈલાશ માંજુ ફરાર ચાલી રહ્યો હતો. NIAની ટીમને ઈનપુટ મળવા પર તેમને ગુજરાતમાં છાપેમારી કરીને ગેંગસ્ટર કૈલાશ માંજુને દબોચી લીધો.

કૈલાશ માંજુ જોધપુરનો ઇનામી હિસ્ટ્રીશીટર છે. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, કૈલાશ માંજુ પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તાર જોડાયેલા હોવાના આરોપ છે. એ સિવાય ગેરકાયદેસર હથિયાર તસ્કરી સહિત અલગ અલગ સંગીત ગુનાઓમાં કૈલાશ માંજુ સંડોવાયેલો છે. તેને લઈને NIAની ટીમ ધરપકડ માટે સતત પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે દર વખત NIAને હાથ આવતો નહોતો. આ અગાઉ પણ NIAની ટીમે ભાટેલાઈ અને જોધપુરમાં ચૌપાસની બાઈપાસ સ્થિત ફ્લેટ પર છાપેમારી કરી હતી. આ દરમિયાન પણ તે NIAની પકડમાં આવ્યો નહોતો.

લોરેન્સ બિશ્નોઈ સાથે તાર જોડાયેલા હોવા અને અલગ અલગ સંગીન અપરાધોને લઈને પોલીસ કૈલાશ માંજુની શોધખોળ કરી રહી હતી. તેને લઈને વર્ષ 2019માં કૈલાશ માંજુ વિરુદ્ધ રાજપાસામાં 1 વર્ષ માટે અટકાયત કરવા સંબંધિત આદેશ જાહેર થયા હતા. તો 21 ફેબ્રુઆરી 2023ના રોજ પણ NIAની ટીમ 3 ગાડીઓ સાથે જોધપુરમાં છાપેમારી કરવા પહોંચી હતી. પરંતુ તેના સ્થળો પરથી કૈલાશ માંજુ ગાયબ હતો. તેના કારણે કૈલાશ માંજુની ટીમે પરિવારજનોને નોટિસ આપી. સાથે જ પરિવારજનોને કૈલાશ માંજુને દિલ્હી NIAની ઓફિસમાં રજૂ કરવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ ગેંગસ્ટર કૈલાશ માંજુ ફરાર રહ્યો.

કૈલાશ માંજુ સતત ફરાર રહેવા દરમિયાન પોતાના વીડિયો બનાવીને વાયરલ કરીને જોધપુર પોલીસ અધિકારીઓના ઘણા અધિકારીઓ પર પૈસાની લેવડ-દેવડનો આરોપ લગાવી ચૂક્યો છે. કૈલાશ માંજુ દ્વારા જોધપુર જૈન ટ્રાવેલ્સના માલિક મનિષ જૈન અને શ્રીરામ હોસ્પિટલના માલીક સુનિલ ચાંડક પાસે ખંડણી માગવામાં આવી હતી. ખંડણી ન આપવા પર લોરેન્સના કહેવા પર જોધપુરમાં બદમશોએ તેમના ઘર પર ફાયરિંગ કરી, ફરી ખંડણી માટે ધમકાવવામાં આવ્યા. બંને તરફથી FIR નોંધાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp