એક સમયે શહેરમાંથી કચરો ઉપાડનાર મહિલા આજે તેનો પ્લાન્ટ ચલાવે છે, જાણો શું કર્યું?

PC: timesofindia.indiatimes.com

ચાણક્યપુરી, દિલ્હીનો પોશ વિસ્તાર. ભવ્ય હોટલો અને દૂતાવાસ તેની ઓળખ છે. સરિતા (નામ બદલ્યું છે) અહીંથી કચરો ભેગો કરે છે. પરંતુ, એક મિશન સાથે. સરિતા સરકાર માન્ય MRF (મટીરિયલ રિસાયક્લિંગ ફેસિલિટી/પ્લાન્ટ) ચલાવે છે. તે તેના ઘરેથી પાંચ મિનિટના અંતરે આવેલું છે. આ પ્લાન્ટમાં રિસાયકલ કરી શકાય તેવા કચરાને અલગ કરીને ફરીથી વાપરી શકાય તેવો બનાવવામાં આવે છે.

શરૂઆતમાં, આ કાર્ય સ્ત્રી માટે એટલું સરળ નહોતું. આ માટે તેણે આજ સુધી ઘણું બધું સાંભળવું પડ્યું છે. પરંતુ, તેણે ક્યારેય પીછેહઠ કરી ન હતી. સરિતા કહે છે કે, તેના સમુદાયના લોકો અને મોટા ભંગારના ડીલરો પ્રશ્ન કરે છે કે, તે અહીં કેવી રીતે પહોંચી. તેના આચરણ અને ચારિત્ર્ય પર પણ સવાલ ઉઠ્યા છે. ક્યારેક તમારે અભદ્ર ગાળો પણ સાંભળવી પડે છે.

મોટાભાગના અન્ય વ્યવસાયોની જેમ, કચરો ઉપાડવામાં પણ પુરુષોનું વર્ચસ્વ છે. દેશમાં કચરો ઉપાડવાનું કામ કરતા લોકોમાં 49 ટકા મહિલાઓ છે. જો કે, તેમને પુરુષો કરતાં 33 ટકા ઓછું વેતન મળે છે. ચિંતન એન્વાયરમેન્ટલ રિસર્ચ એન્ડ એક્શન ગ્રુપનો રિપોર્ટ આ કહે છે. સલામતીનો મુદ્દો હંમેશા રહે છે.

કચરો એકત્ર કરવાનું અને અલગ કરવાનું કામ સામાન્ય રીતે એકાંત સ્થળે કરવામાં આવે છે. જેના કારણે મહિલાઓ અને બાળકોને યૌન શોષણનો ખતરો વધી જાય છે. આ સિવાય ઝેરી તત્વોના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય પણ જોખમાય છે. જ્યાં સુધી સરિતાનો સવાલ છે, MRF તેના માટે સલામત સ્થળ છે. તે તેના પતિ સાથે આ રિસાયક્લિંગ પ્લાન્ટ ચલાવે છે. તેની આવક બમણી થઈને 20,000 રૂપિયા પ્રતિ માસ થઈ ગઈ છે.

MRF પ્લાન્ટ સ્થાપવા માટે મ્યુનિસિપલ પ્રશાસન પાસેથી જમીન ખરીદવી સરળ ન હતી. પરંતુ, ચિંતન એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ એક્શન ગ્રુપે સરિતા અને અન્ય કચરો વિણતી મહિલાઓને આમાં મદદ કરી. આ મહિલાઓ માટે આ એક મોટું પગલું હતું. ચિંતન ગ્રુપ સાથે કામ કરનાર મુખ્ય સંશોધક શ્રુતિ સિન્હાએ જણાવ્યું હતું કે, આ મહિલાઓ વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં મુખ્ય હિસ્સેદાર હતી. જોકે, તેમનો પરિવાર તેમને બહાર માણસો સાથે મળવાની મંજૂરી આપતો ન હતો.

ઓડિશાના પારાદીપ શહેરમાં મટીરિયલ રિસાયક્લિંગ ફેસિલિટી એટલે કે MRF અને માઈક્રો કમ્પોઝિટીંગને વધુ સમુદાય આધારિત મોડલ પર રજૂ કરવામાં આવ્યો છે. અહીં મહિલાઓના જૂથો, ટ્રાન્સજેન્ડર જૂથો અને રેગપીકર્સ એસોસિએશનની મદદથી 100 ટકા સુધી કચરો પ્રોસેસ કરવામાં આવે છે. જેના કારણે આવકમાં પણ વધારો થાય છે. આ પ્રયોગો અન્ય ઘણી જગ્યાએ પણ ખૂબ જ સફળ સાબિત થયા છે.

બેંગ્લોરમાં 'ધ નજ ઇન્સ્ટિટ્યૂટ' પણ કચરાના વ્યવસ્થાપન પર એક મિશનની જેમ કામ કરી રહી છે. તેણે પોતાના મોડલને પણ વધુ માનવીય અભિગમવાળું બનાવ્યું છે. 2020માં, ધ નજ અને આઠ ભાગીદાર સંસ્થાઓએ સામૂહિક શક્તિ અભિયાન શરૂ કર્યું. તેનો હેતુ કચરો ઉપાડનારાઓના જીવનમાં સુધારો કરવાનો હતો.

આમાં ધ્યાન આપવાનું બીજું ક્ષેત્ર મેનપાવર સ્કિલિંગ છે. તો જ તેઓ તેમાં તેમની આજીવિકા શોધી શકશે. સોશિયલ આલ્ફા એવી કંપનીઓને મદદ કરે છે, જેને કચરો વીણનાર સ્ત્રીની જરૂર હોય છે. 'ફૂલ' નામની કંપની દ્વારા આવી અનેક મહિલાઓની ભરતી કરવામાં આવી છે. તે ફેંકી દીધેલા ફૂલોને એકત્રિત કરે છે. પછી તેમની પર પ્રક્રિયા કરીને સુગંધિત અગરબત્તી અને તેલ બનાવે છે.

નાના ફેરફારો આ મહિલાઓ માટે મોટા ફેરફારોના રસ્તાઓ ખોલી દે છે. ધ નજ ઇન્સ્ટિટ્યૂટના જેન્ડર લીડ, રાશિ રાઠી કહે છે કે, ઘણી કચરો વિણતી મહિલાઓ જણાવે છે કે, તેઓ પુરૂષો જેટલી જ બહાર નથી. તેઓને તેમનું ઘર કામ કરવા માટે પાછા ફરવું પડે છે. આવી સ્થિતિમાં તેમને સાયકલ આપવામાં આવી છે. જેના કારણે તેઓ ઘરથી વધારે દૂર સુધી જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp