પોલીસને બોલી મહિલા- ‘ક્યારેક ઇન્સ્પેક્ટર તો ક્યારેક વકીલ બની જાય છે પતિ, પછી..’

PC: bhaskar.com

ગ્રેટર નોઇડામાં બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારની ગૌર સિટીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનો આરોપ છે કે તેનો પતિ નકલી પોલીસકર્મી છે. તેણે કહ્યું કે, તે ક્યારેક નકલી પોલીસ ઇન્સ્પેક્ટર, તો ક્યારેક વકીલ બનીને લોકો પર પોતાનો દબદબો દેખાડે છે. એ સિવાય તે તેની સાથે મારામારી કરે છે. મહિલાની ફરિયાદ પર પોલીસે આરોપીના ઘરથી વર્દી, ID કાર્ડ અને અને સામાન જપ્ત કર્યો છે. ગૌર સિટી 14th એવેન્યૂમાં રહેનારી નિશાનું કહેવું છે કે તેનો પતિ તનુજ સિંહ નકલી પોલીસકર્મી બનીને લોકો સામે દબદબો દેખાડે છે.

તે ક્યારેક પોલીસવાળો બની જાય છે, તો ક્યારેક વકીલ. લોકો પાસે વસૂલી પણ કરે છે. એટલું જ નહીં, તેની (મહિલા) અને બાળકો સાથે મારામારી પણ કરે છે. મહિલાની ફરિયાદ પર પોલીસ તેના ઘરે પહોંચી અને ID કાર્ડ, વર્દી, કારતૂસ અને અન્ય સામાન જપ્ત કર્યો. આ મામલે બિસરખ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ રાજપૂતે જણાવ્યું કે ગૌર સિટી14th એવેન્યૂના રહેવાસી તનુજ સિંહે રિપોર્ટ નોંધાવ્યો હતો કે પત્ની સાથે વિવાદ થવાના કારણે તે હોટલમાં રોકાયો હતો. પત્નીએ 12 જુલાઇના રોજ કોલ કરીને વાત કર્યા બાદ ઘરે બોલાવ્યો હતો.

ત્યાં તેણે પોતાના પરિવારજનો અને પરિચિત નિજામુલ, નરેશ, શબનૂર, સમસીમા, સિમરન અને બે અન્ય અજાણ્યા લોકોને બોલાવીને તેને ગંભીર રીતે માર્યો હતો. આ ઘટના પર ફરિયાદ મળવા પર પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR પણ નોંધી હતી. ત્યારબાદ તેની પત્નીએ પણ 2 દિવસ બાદ મારામારીની ફરિયાદ નોંધાવી દીધી હતી. જ્યારે પોલીસ તપાસ કરવા માટે તેના ઘરે પહોંચી, તો તનુજની પત્નીએ પોતાના પતિને નકલી પોલીસકર્મી બતાવ્યો અને તેનો ID કાર્ડ, વર્દી અને અન્ય સામાન પણ સોંપી દીધો.

આ બાબતે પોલીસ સ્ટેશનના પ્રભારી કહ્યું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તનુજ ફરાર છે. તેની તપાસ કરવા માટે ટીમ લગાવવામાં આવી છે. મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ નકલી પોલીસવાળો અને વકીલ બનીને લોકો પાસે પૈસા લે છે. પોલીસને આ બાબતે ફરિયાદ કરી, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp