'ગૌતમ અદાણી IRCTC પર કબજો કરી લેશે', કોંગ્રેસના આક્ષેપ પર IRCTCનો જવાબ આવ્યો

PC: aajtak.in

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ અદાણી ગ્રુપના ટેકઓવરના સમાચારને નકારી કાઢ્યા છે. ખરેખર, અદાણી ગ્રુપે IRCTCના 'ટ્રેનમેન' પ્લેટફોર્મમાં 100% હિસ્સો ખરીદી લીધો છે. આ પ્લેટફોર્મ IRCTC માટે ઓનલાઈન ટ્રેન બુકિંગ કરે છે. ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીના સાંસદ જયરામ રમેશે ગૌતમ અદાણી પર IRCTC પર કબજો કરી લેવાનો આરોપ લગાવ્યો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, 'પહેલા IRCTC સાથે સ્પર્ધા, અને હવે તેના પર કબજો.' 

અહીં IRCTC તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, આનાથી કશું જ બદલાશે નહીં. જયરામ નરેશના ટ્વીટનો જવાબ આપતા, IRCTCએ કહ્યું, 'આ એક ભ્રામક નિવેદન છે. ટ્રેનમેન IRCTCના 32 અધિકૃત B2C (ગ્રાહક માટે વ્યવસાય) ભાગીદારોમાંથી એક છે. હિસ્સો બદલવાથી તેનામાં કોઈ ફરક પડશે નહીં. તમામ એકીકરણ અને કામગીરી ચાલુ રહેશે, કે જે IRCTC દ્વારા કરવામાં આવે છે. તે માત્ર IRCTCને પૂરક બનાવશે અને IRCTC માટે કોઈ નુકસાનરૂપ કે, પડકારજનક નથી.'

અદાણી ડિજિટલ લેબ્સ એ અદાણી એન્ટરપ્રાઇઝિસની જ કંપની છે. તેમના વતી શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ટ્રેનમેનનો 100 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો હતો. રેલ્વેમાં અદાણી ગ્રુપનું આ પ્રથમ પગલું છે. જૂથે અગાઉ ઓક્ટોબર 2021માં ટિકિટિંગ અને બુકિંગ ક્ષેત્રમાં રોકાણ કર્યું હતું. ફ્લિપકાર્ટની કંપની ક્લિયરટ્રિપમાં જૂથનો હિસ્સો છે.

અદાણી ગ્રૂપે 16 જૂને ભારતીય શેરબજારને આ ખરીદી અંગે માહિતી આપી હતી. આ ખરીદી સાથે અદાણી ગ્રુપ હવે ઓનલાઈન ટ્રેન બુકિંગનું ધ્યાન રાખશે.

ટ્રેનમેન એ IRCTCનું ઓનલાઈન ટ્રેન બુકિંગ અને માહિતી પ્લેટફોર્મ છે. તે ટ્રેનની બેઠકો, લાઇવ ટ્રેનની સ્થિતિ અને મુસાફરોની વાસ્તવિક સમયની માહિતી આપે છે. તેની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારબાદ IIT રૂરકીના બે વિદ્યાર્થીઓ વિનીત ચિરાનિયા અને કરણ કુમારે તેને બનાવ્યું હતું. તેણે તેની શરૂઆત એક સ્ટાર્ટઅપ દ્વારા કરી હતી. ત્યાર પછી IRCTCએ તેમની સાથે જોડાણ કર્યું અને અત્યાર સુધી ટ્રેનમેન IRCTC માટે ઓનલાઈન ટિકિટિંગનું તમામ કામ કરતુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp