ટ્રેન અકસ્માતમાં વાલી ગુમાવનારા બાળકોને મદદ માટે અદાણીએ કર્યું ટ્વિટ

PC: timesnownews.com

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે મુશ્કેલીનો સામનો કરનાર ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બાલાસોર ટ્રેન અકસ્માતને લઇને મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટ્રેન અકસ્માતમાં જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે, તે તમામનો ખર્ચ અમે ઉઠાવીશું. બાલાસોર ટ્રેન એક્સિડન્ટમા કુલ 275 લોકોના મોત થયા છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કોઇકે પિતા ગુમાવ્યા તો કોઇકે પતિ. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાવા જતા હતા.ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા.  કેટલાંક એવા પણ હતા જે પહોંચતા જ ફોન કરીશ અને જલ્દી પૈસા મોકલી આપીશ તેવું વચન આપી ઘરેથી નીકળ્યા હતા.પરંતુ હવે ન તો તેમનો ક્યારેય ફોન આવશે, ન પૈસા. હવે મોટો સવાલ એ છે કે આવા પરિવારનું નિભાવ કેવી રીતે થશે? અનેક પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ટ્રેન એક્સિડન્ટની પળવારની  એ ઘટનાને કારણે અનેક પરિવારોના માળા વિખેરાઇ ગયા છે.સ્વજનોની શોધમાં અનેક લોકો ભટકી રહ્યા છે. બહાનાગા રેલ્વે સ્ટેશન પાસેનું દ્રશ્ય એટલું ભયાનક છે કે તેને જોઈને આત્મા કંપી જાય છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા, જ્યારે 1175 લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતે અનેક પરિવારોને જીવનભરની પીડા આપી છે. ઘા એટલા ઊંડા છે કે તે ક્યારેય રૂઝાઈ શકે નહીં. પરંતુ આ દરમિયાન દેશના મોટા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મદદનો હાથ લંબાવ્યો છે.

આ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ગૌતમ અદાણીએ મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે,  જે માસૂમ બાળકોએ આ ટ્રેન અક્સ્માતમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેવા દરેક બાળકની શિક્ષણની જવાબદારી અદાણી જૂથ ઉઠાવશે. ગૌતમ અદાણીએ કહ્યું કે અપણે બધા ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ વ્યથિત છીએ. જે બાદ અમે આવા બાળકોની શાળામાં ભણવાની જવાબદારી લેવાનું નક્કી કર્યું છે, જેમના માતા-પિતા આ અકસ્માતમાં જીવતા રહ્યા નથી. પીડિતો અને તેમના પરિવારોને શક્તિ પ્રદાન કરવી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.

દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેક બુધવાર સવાર સુધીમાં કાર્યરત થઈ જશે. એટલે કે બુધવારથી તે જ પાટા પર ટ્રેન સમાન ઝડપે દોડવા લાગશે. લોકો આ ઘટનાને ધીમે ધીમે ભૂલવા લાગશે. પરંતુ આ અકસ્માતમાં જેમણે સર્વસ્વ ગુમાવ્યું તેમનું શું? હવે ટ્રેનના અવાજો તેમને જીવનભર ડંખતા રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp