પાન મસાલાની જાહેરાત કરી રહેલા પૂર્વ કિક્રેટર્સ પર ગૌતમ ગંભીર ભડકી ગયા
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની સાથે કપિલ દેવ અને વીરેન્દ્ર સેહવાગ પણ પાન મસાલાની જાહેરાત કરી રહ્યા છે. IPL 2023 દરમિયાન આ જાહેરાતો વાયરલ થઈ હતી. હવે સેહવાગના પૂર્વ સાથી ઓપનર ગૌતમ ગંભીરે પાન મસાલા ની એડ કરી રહેલા પૂર્વ ક્રિકેટરો સામે નારાજગી વ્યક્ત કરી છે.
ભારતીય ટીમના બે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટીમમાં પાન મસાલા ની જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે. આ સિવાય 1983 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ પણ પાન મસાલાની એડમાં દેખાય છે. હવે ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે તેમના પર નિશાન સાધ્યું છે.
ગૌતમ ગંભીરે નામ લીધા વગર ક્રિક્રેટરોની પાનમસાલાની જાહેરાત કરવાને શરમજનક વાત લેખાવી છે. એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે ગૌતમ ગંભીરને ક્રિક્રેટરો દ્રારા પાન મસાલાની જાહેરાત થઇ રહી હોવા વિશે પુછવામાં આવ્યું તો તો ગંભીરે કહ્યું કે હું બે શબ્દો કહેવા માંગીશ એક ઘૃણાસ્પદ અને બીજો શબ્દ નિરાશાજનક, મેં મારી જિંદગીમાં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે કોઇ ખેલાડી પાન મસાલાની જાહેરાત કરતો હશે. ગંભીરે કહ્યું કે, હું વારંવાર કહુ છું કે તમે કોઇને રોલ મોડલ બનાવો તો વિચારીને બનાવજો. નામ જરૂરી નથી, કામ જરૂરી છે.
ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોઇ પણ હોય, તમે પોતાના નામથી નહીં, કામથી ઓળખાઓ છો. તમારી ઓળખ તમારા કામથી છે. કરોડો યુવાનો આ જાહેરાત જોઇ રહ્યા હશે. પૈસા મહત્ત્વના નથી કે તમે કોઇ પણ પાન મસાલાની એડ કરી નાંખો. પૈસા કમાવવાના બીજા અનેક રસ્તા છે. ગંભીરે કહ્યું કે, તમે અનેક યુવાનોના રોલ મોડેલ છો તો થોડા પૈસા તમારે છોડી દેવા જોઇએ.
ગૌતમ ગંભીરે IPL 2018ની અધવચ્ચે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ગંભીરે એ સીઝનની સેલરી દિલ્હી કેપિટલ્સ પાસે નહોતી લીધી. ગૌતમ ગંભીરે કહ્યું કે, જ્યારે 2018માં મેં દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ છોડી દીધી હતી ત્યારે મેં 3 કરોડ રૂપિયા છોડી દીધા હતા. એ 3 કરોડ રૂપિયા હું મેળવી શકતો હતો, પરંતુ હું હમેંશા એવું માનું છું કે મને એટલું જ મળવું જોઇએ જે હું ડિઝર્વ કરું છું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp