જોશીમઠનો પાયો નબળો, 47 વર્ષ અગાઉ જ આપી દેવામાં આવી હતી ચેતવણી

PC: aajtak.in

ઉત્તરાખંડના જોશીમઠમાં ધરતી ઠેર-ઠેર ધસી રહી છે. સેકડો ઘરોમાં તિરાડ પડી ગઇ છે. પરિસ્થિતિ એવી બનતી જઇ રહી છે કે ઘર ગમે ત્યારે પડી શકે છે. જોશીમઠના લોકોમાં ડર નજરે પડી રહ્યો છે. આ ઘટના પર દેશ જ નહીં આખી દુનિયાના ઘણા દેશોના પર્યાવરણવિદોની નજર છે. લોકો વચ્ચે એ સવાલ થઇ રહ્યો છે કે આખરે અહીં ધરતી ધસી કેમ રહી છે? જોશીમઠમાં જ NTPC પાવર પ્રોજેક્ટના ટનલમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એવામાં શા માટે કહેવામાં આવી રહ્યું છે કે, આ ટનલના કારણે જોશીમઠમાં એવી ઘટનાઓ થઇ રહી છે, પરંતુ NTPCએ તપોવન વિષ્ણુગાર્ડ પરિયોજનામાં બ્લાસ્ટિંગ ન કરીને TVM મશીનનો ઉપયોગ કર્યો, જેથી બ્લાસ્ટિંગથી થનારું નુકસાન જોશીમઠને પ્રભાવિત ન કરી શકે.

કામ ત્યાં સુધી સારી રીતે ત્યાં સુધી ચાલતું રહ્યું, જ્યાં સુધી TVM મશીન ભોંયરું બનાવતી રહી, પરંતુ વર્ષ 2009માં ભોંયરાનું 11 કિલોમીટર કામ થયા બાદ TVM પોતે જમીનમાં ધસી ગઇ. 24 સપ્ટેમ્બર 2009ના રોજ પહેલી વખત TVM અટકી. ત્યારબાદ આ મશીનથી 6 માર્ચ 2011ના રોજ ફરીથી કામ શરૂ થયું. 1 ફેબ્રુઆરી 2012ના રોજ ફરી કામ બંધ થયું. 16 ઓક્ટોબર 2012ના રોજ ફરીથી કામ શરૂ થયું, પરંતુ 24 ઓક્ટોબર 2012ના રોજ ફરી કામ બંધ થયું. ત્યારબાદ 21 જાન્યુઆરી 2020માં 5 દિવસ TVM ચાલી. તેણે લગભગ 20 મીટર સુધી ભોંયરાને કાપ્યું, ત્યારબાદ તે બંધ છે. NTPCના આ પ્રોજેક્ટ સિવાય જોશીમઠમાં હેલંગ મારવાડી બાયપાસનો પણ વિરોધ થઇ રહ્યો છે.

મિશ્રા આયોગના રિપોર્ટે વર્ષ 1976માં કહ્યું હતું કે, જોશીમઠની જડની છેડછાડ જોશીમઠ માટે જોખમી સાબિત થશે. આ આયોગ દ્વારા જોશીમઠનું સરવે કરાવવામાં આવ્યું હતું, જેમાં જોશીમઠને એક મોરેનમાં વસેલું (ગ્લેશિયર સાથે આવેલી માટીમાં) વસેલું કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જોશીમઠ નીચેની જડ સાથે જોડાયેલા ખડકો, પથ્થરોને જરાય પણ ન છેડવા કહ્યું હતું. તો અહીં થઇ રહેલા નિર્માણને પણ સીમિત દાયરામા સમેટવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ આયોગનો રિપોર્ટ લાગૂ ન થઇ શક્યો.

જોશીમઠમાં એક તરફ જ્યાં NTPCની 520 મેગાવોટની પરિયોજના પર કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ હેલંગ મારવાડી બાયપાસનું નિર્માણ પણ શરૂ થઇ ગયું છે. એવી યોજનાઓને રોકવા માટે ઘણા આંદોલન પણ કરવામાં આવ્યા હતા, પરંતુ સરકારે ધ્યાન ન આપ્યું. હાલના સમયમાં જોશીમઠમાં નવી રીતે જમીન ધસવાની ઘટના શરૂ થઇ ગઇ છે. જો કે, બાયપાસ નિર્માણ અત્યારે જ 2-3 મહિના અગાઉ શરૂ થયું છે, પરંતુ NTPC પરિયોજનાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

વર્ષ 2021ની આપત્તિ બાદ જોશીમઠમાં ઓક્ટોબર 2021થી અચાનક જમીન ધસવાની ઘટના જોવા મળી રહી છે. ભૂસ્ખલનથી ધરતી ફાટી રહી છે. મકાનોમાં તિરાડ પડી રહી છે. જોશીમઠમાં 70 દશકમાં ચમોલીમાં આવેલી ભીષણ તબાહી બેલાકુચી પૂર બાદ સતત ભૂસ્ખલનની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ચમોલી ઉત્તર પ્રદેશનો હિસ્સો કહેવાતો હતો. જમીન ધસવાની ઘટના સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાને આયોગ બનાવીને સરવે કરાવવાનો આદેશ આપ્યો.

વર્ષ 1975માં ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાએ એક આયોગની રચના કરી. આ જ મિશ્રા આયોગે કહ્યું હતું કે, તેમાં ભૂ-વૈજ્ઞાનિક એન્જિનિયર, પ્રશાસનના કેટલાક અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા. એક વર્ષ બાદ આયોગે પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જોશીમઠ એક રેતાળ ખડક પર સ્થિત છે. જોશીમઠની તળેટીમાં કોઇ પણ મોટું કામ નહીં કરી શકાય. બ્લાસ્ટ, ખનન બધી વાતોના આ રિપોર્ટનો ઉલ્લેખ હતો. કહેવામાં આવ્યું હતું કે, મોટા-મોટા નિર્માણ કે ખનન ન કરવામાં આવે અને અલકનંદા નદી કિનારે સુરક્ષા વોલ બનાવવામાં આવે. અહીં વહેતા નાળાઓને સુરક્ષિત કરવામાં આવે, પરંતુ રિપોર્ટને સરકારે સાઇડ પર કરી દીધો, જેનું પરિણામ આજે બધા સામે છે.

ચિંતાની વાત છે કે, આ ભૂસ્ખલન જોશીમઠની તળેટીથી જોશીમઠ મુખ્ય મોટી વસ્તીવાળા ક્ષેત્રમાં પહોંચી ગયું છે. સ્થાનિક જાણકાર બતાવે છે કે, જોશીમઠ માટે અપત્તિની આશંકા હંમેશાંથી જ રહી છે કેમ કે, જોશીમઠની તળેટી પર વર્ષોથી ભૂસ્ખલન થઇ રહ્યું છે. જોશીમઠના સ્યોમા, ખોન જેવા ગામ દશકો પહેલા જ ખાલી કરી દેવામાં આવ્યા હતા. તો હવે જોશીમઠના ગાંધીનગર, સુનિલનો કેટલોક વિસ્તાર, મનોહર બાઘ, રવિગ્રામ, ગૌરંગ, હોસી, ઝિરોબ્રેન્ડ, નસરસિંઘ મંદિર નીચે, સિંહ ધાર વિસ્તારમાં સતત ભૂસ્ખલન થઇ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp