ભારતીય સાથે પરણેલી જર્મન છોકરી ગાય દોહીને ખેતરમાં કામ પણ કરે છે, જુઓ Video

રાજસ્થાનના અર્જુને જર્મનીની જુલી સાથે લગ્ન કર્યા છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. યુગલ યુટ્યુબ ચેનલ પર બ્લોગ શેર કરે છે. જુલી ભારતના દેશી અંદાજમાં ભળી ગઈ છે. તે ખેતરોમાં પણ કામ કરે છે. જુલીની દેશી સ્ટાઈલ લોકોને પસંદ આવે છે. તો જુલી કેવી રીતે અર્જુનના પ્રેમમાં પડી? આ અંગે દંપતીએ ખુલાસો પણ કર્યો છે.

અર્જુને જણાવ્યું કે, તે જુલીને 2018માં મળ્યો હતો. ત્યારે તે કામ માટે દુબઈ ગયો હતો, જ્યારે જુલી ત્યાં ફોટોશૂટ માટે આવી હતી. બીચ પર જુલીને બિકીનીમાં જોઈને અર્જુન તેના પ્રેમમાં પડી ગયો હતો. ત્યારે જુલી સ્વિમિંગ કરતી હતી. અર્જુને ખુદ પોતાના તરફથી વાતચીત કરવાની શરૂઆત કરી હતી.

અર્જુનના કહેવા પ્રમાણે, તેણે જુલીને તેના સારા સ્વિમિંગ વિશે પ્રશ્ન પૂછ્યો. પછી જુલીની સુંદરતાના વખાણ કર્યા અને સીધો જ તેનો નંબર માંગ્યો. જોકે, તે સમયે જુલીએ અજાણ્યા વ્યક્તિને નંબર આપવાની ના પાડી દીધી હતી. પણ તેણે અર્જુનનો નંબર લઇ લીધો હતો.

બે દિવસ પછી જુલીએ મેસેજ કર્યો ત્યારે અર્જુનની ખુશીનો પાર ન રહ્યો. બંને મળ્યા અને અર્જુન જુલીને દુબઈ ફરવા લઈ ગયો. તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ અને જુલી એક મહિના સુધી દુબઈમાં રહી. જો કે તે અહીં માત્ર બે અઠવાડિયા માટે જ આવી હતી. જર્મની ગયા પછી પણ તેમની વચ્ચે વાતચીત ચાલુ રહી.

આ પછી જુલી ભારત આવી અને અહીંની થઈને જ રહી ગઈ. વર્ષ 2020માં અર્જુને જુલીને પ્રપોઝ કર્યું અને બીજા જ વર્ષે તેઓએ લગ્ન કરી લીધા. ત્યારથી જુલી ભારતમાં જ રહે છે. હવે તે હિન્દી પણ સારી રીતે બોલવા લાગી છે.

જુલીના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે, યુટ્યુબ પર તેની ચેનલના 6 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ પ્લેટફોર્મ્સ પર, કપલ્સ તેમના રોજિંદા જીવન સાથે સંબંધિત વીડિયો શેર કરે છે, જેને લાખો વ્યૂઝ મળે છે. તાજેતરમાં જ જુલીનો ખેતરોમાં કામ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં તે ડુંગળી રોપતા જોવા મળી હતી. અન્ય એક વીડિયોમાં તેને ગાયનું દૂધ નીકાળતા દેખાડવામાં આવી હતી.

થોડા અઠવાડિયા પહેલા, જુલીએ અન્ય એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તે દર્શાવે છે કે તેણીએ વાવેલી ડુંગળી કેવી રીતે ઉગી છે. આ વીડિયોમાં તે ગાયોને લીલું ઘાસ ખવડાવતી અને સ્ટવ પર પાણી ગરમ કરતી જોવા મળી હતી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.