ઉદ્ધવ ઠાકરેનો BJPને પડકાર- હિંમત હોય તો રક્ષાબંધન પર બિલકિસ બાનો...

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મુંબઇમાં પાર્ટી કાર્યકર્તાઓ અને સંભાજી બ્રિગેડના કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટી (BJP) પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘હું તમને બતાવવા માગું છું કે, NDAની બેઠકમાં શું થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDAના સાંસદોને શું કહ્યું? આ વખત મુસ્લિમ મહિલાઓ સાથે રક્ષાબંધનનું આયોજન કરો, મુસ્લિમ મહિલાઓને રાખડી બાંધવા દો. તમારે કરવું જોઇએ, પરંતુ મણિપુરની બહેનો બાબતે પણ વિચારો અને તેમની પાસે પણ રાખડી બંધાવો.
ઉદ્ધવ ઠાકરે અહીં જ ન રોકાયા. તેમણે કહ્યું કે, બિલકિસ બાનો પાસે રાખડી બંધાવો, એવી રક્ષાબંધન મનાવો. બિલકિસ બાનો જ્યારે ગર્ભવતી હતી, તો તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરી દેવામાં આવી. કેસના બધા દોષીઓને ગુજરાત સરકારે મુક્ત કરી દીધા છે. હિંમત હોય તો બિલકિસ બાનો પાસે જઈને રાખડી બંધાવો. જો તમારામાં હિંમત હોય તો મણિપુરમાં એ મહિલાઓ પાસે રાખડી બંધાવો, જેમને સાર્વજનિક રૂપે નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ કોંગ્રેસ સાથે ગયા કેમ કે ભાજપે તેમની પીઠમાં છરો ભોંક્યો. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે કોઈ પણ ભાજપ સાથે નહોતું, ત્યારે અમારા પિતા બાળાસાહેબ ઠાકરે મજબૂતીથી ભાજપ સાથે ઊભા હતા. ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યો અને તેમણે ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા નામોનો ઉલ્લેખ કરીને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.નો ઉપહાસ ઉડાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધનમાં એ પાર્ટીઓ સામેલ છે, જે લોકતંત્ર અને સ્વતંત્રતાનું ગળું દબાવવાનો વિરોધ કરે છે.
તેમણે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી નેતાઓને મળે છે તો આપણને ગર્વ થાય છે. શું તમે તેમને ભારતના વડાપ્રધાનના રૂપમાં મળો છો કે ઇન્ડિયન મુજાહિદ્દીનના પ્રધાન સેવકના રૂપમાં? કર્ણાટકમાં બજરંગબલિની ગદાથી તેમને ઇજા થઈ છે. તેમણે ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે, હવે મહારાષ્ટ્રમાં તેઓ ઔરંગઝેબનો જાપ કરતા રહે છે. હું કહી રહ્યો છું કે, અમને ઔરંગઝેબના અનુયાયી નથી જોઈતા. તમે ગૃહ મંત્રી છો, તમે નથી જાણતા કે મહારાષ્ટ્રમાં શું ગતિવિધિઓ થઈ રહી છે, તો તમે ગૃહ મંત્રી કેમ છો? આજે હું તમને બતાવી દઉં કે ઔરંગઝેબ અત્યારે પણ જીવિત છે. જુઓ અહી શું થઈ રહ્યું છે.
એક ઔરંગઝેબ છે જેણે શિવસેનાને વિભાજિત કરી, એક ઔરંગઝેબ છે જેણે NCPને વિભાજિત કરી. ફડણવીસ, ઔરંગઝેબ તમારી અંદર છે. મને ભાજપના કેડરો પર દયા આવે છે કેમ કે તેમને પાર્ટીમાં આયારામની પૂજા કરવી પડે છે. દેવેન્દ્ર ફડણવીસ એવા મંત્રી બની ગયા જે આવનારા લોકોનો રેકોર્ડ બનાવીને રાખે છે. તેઓ કેટલો બોઝ ઉપાડશે? તમે અમારી પીઠમાં છરો ભોંક્યો છે તેમની પાસે કોઈ સૈનિક નથી. તેઓ એક-બીજાને સેના વર્સિસ સેના અને NCP વર્સિસ NCPની જેમ લડાવે છે. તેઓ હવે કોઈને પણ લઈ લે છે. તેમની પાર્ટીમાં કેટલાક લોકો એવા છે જે કપડાં પણ પહેરતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp