સીમાનો પતિ હૈદર બોલ્યો- જે પોતાના પાકિસ્તાનની ન થઈ, તે ભારતની કેવી રીતે થઈ જશે?

PC: hindustantimes.com

પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવેલી સીમા હૈદર ગ્રેટર નોઇડામાં સચિન મીણા અને પોતાના 4 બાળકો સાથે રહે છે. હવે તેની તરફથી વરિષ્ઠ વકીલ એ.પી. સિંહ પણ આવી ગયા છે, જે સીમાને ભારતીય નાગરિકતા આપવાની માગ કરી રહ્યા છે. જ્યારથી સીમા ભારત આવી છે, ત્યારથી તે ચર્ચામાં છે. તેના પર ‘કરાંચી ટૂ નોઇડા’ નામની ફિલ્મ પણ બની રહી છે, જેનું પહેલું સોંગ જલદી જ રીલિઝ કરી શકાય છે.

બીજી તરફ સાઉદી અરબમાં બેઠો સીમાનો પતિ ગુલામ ખૂબ નારાજ છે. તેણે સીમા હૈદર અને તેના વકીલ એ.પી. સિંહ માટે ઝેર ઓક્યૂ છે. ગુલામે સીમા હૈદર અને તેના વકીલ પર ખૂબ ગુસ્સો કાઢ્યો. તેણે કહ્યું કે, સીમાને ભારતની નાગરિકતા નહીં મળે અને તેને લાત મારીને ભગાવી દેવામાં આવશે. સીમા હૈદર એક બેવકૂફ છોકરી છે. પહેલા કહેતી હતી હૈદર ખરાબ છે, હવે કહી રહી છે કે આખું પાકિસ્તાન ખરાબ છે. જે દેશની ન થઈ, તે તમારી કેવી રીતે થઈ જશે?

હું સીમાને દર મહિને પૈસા મોકલતો રહ્યો. ઘર લીધું, જેને તેણે વેચી દીધું. તે ભારતમાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે. જેથી તેને ત્યાંની નાગરિકતા મળી જાય રહેવા માટે, પરંતુ તેને ક્યારેય ભારતની નાગરિકતા નહીં મળે. ગુલામે આગળ કહ્યું કે, તેને ચપ્પલ અને લાત મારીને ભગાવી દેવામાં આવશે. મને પૂરો વિશ્વાસ છે. કોર્ટ અને સરકારથી અમને ન્યાય મળશે. તો ભારતમાં સીમા પોતાના 4 બાળકો સાથે આરામથી જિંદગી જીવી રહી છે, બીજી તરફ સાઉદી અરબમાં બેઠો પતિ ગુલામ ખૂબ બેચેન છે.

તે ઓછામાં ઓછો પોતાના બાળકોને મળવા માગે છે અને તેમને પાછા લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે મોટું પગલું ઉઠાવતા એ સ્પષ્ટ કરી દીધું છે કે તે બાળકો માટે કોઈ પણ પ્લેટફોર્મ સુધી જવા તૈયાર છે. ભલે તેને ભારત આવવું પડે કે પાકિસ્તાન જવું પડે. એક યુટ્યુબ ચેનલ પર ગુલામ હૈદરે કહ્યું કે, અત્યારે જોઈ રહ્યો છે કે સરકાર આ બાબતે શું કરી રહી છે. શું તે બાળકોને ડિપોર્ટ કરશે કે નહીં. એ સિવાય પાસપોર્ટ પૂરી રીતે તૈયાર કરી લીધો છે. તેના છેલ્લા શ્વાસ પણ બાળકો પર જ કુરબાન છે.

બાળકોની વાપસી માટે પછી મને ભારત સુધી જવું પડે જરૂર જઈશ. કોઈ ત્યાંના વિઝા અપાવવામાં મદદ કરે તો સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, સીમા અને સચિનને ઓનલાઇન જેમ પબ્જીના માધ્યમથી થોડા વર્ષ અગાઉ પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને એક-બીજા નજીક આવી ગયા અને પછી બંનેને પ્રેમ થઈ ગયો. અંતે માર્ચમાં સીમા પાકિસ્તાનથી નેપાળ પહોંચી ગઈ, જ્યાં સચિન પણ પહોંચ્યો. સીમાનો દાવો છે કે તેણે સચિન સાથે મંદિરમાં લગ્ન કર્યા અને ધર્મ પરિવર્તન કરી લીધું. ત્યારબાદ અહીથી છાનામાના નેપાળના માર્ગે ભારત આવી ગયા અને સચિનના ગ્રેટર નોઇડા સ્થિત ગામમાં રહેવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp