હિન્દુ ધર્મ ઇસ્લામથી જૂનો, પહેલા હિંદુ જ હતા મુસલમાન: ગુલામ નબીનો વીડિયો વાયરલ

PC: jagranjosh.com

કોંગ્રેસથી અલગ થઈને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) બનાવનારા જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગુલામ નબી આઝાદ જમ્મુ-કશ્મીરના લોકોને કહી રહ્યા છે કે “હિન્દુ ધર્મ ઇસ્લામથી પણ જૂનો છે અને બધા મુસ્લિમ પહેલા હિન્દુ જ હતા.” આ અગાઉ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી સંઘની નેતા શહલા રાશિદનું એક નિવેદન સામે આવ્યું હતું, તેણે જમ્મુ-કાશ્મીરમાં થયેલા વિકાસને લઈને મોદી સરકારના વખાણ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ગુલામ નબી આઝાદનો વીડિયો જમ્મુ-કશ્મીરના ડોડા જિલ્લાનો છે. ગુલામ નબી આઝાદ 9 ઑગસ્ટના રોજ અહીં પહોંચ્યા હતા. વીડિયોમાં તેઓ કહે છે કે, “ઇસ્લામનો જન્મ 1,500 વર્ષ અગાઉ થયો. ભારતમાં કોઈ પણ બાહ્ય નથી. આપણે બધા આ દેશના છીએ. ભારતના મુસ્લિમ મૂળ રૂપે હિન્દુ હતા, જે પછીથી કન્વર્ટ થઈ ગયા. કાશ્મીરમાં 600 વર્ષ અગાઉ કાશ્મીરી પંડિત હતા, પછી ઘણા લોકો કન્વર્ટ થઈને મુસ્લિમ બની ગયા.” આ દરમિયાન ગુલામ નબી આઝાદે લોકોને ભાઈચારો, શાંતિ અને એકતા બનાવી રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે, ‘ધર્મને રાજનીતિ સાથે જોડવો ન જોઈએ. લોકોએ ધર્મના નામ પર વૉટ ન આપવા જોઈએ.’

ગુલામ નબી આઝાદે રાજનીતિ સાથે ધર્મને જોડનારાઓને પણ આડે લીધા હતા. તેમણે કહ્યું કે, રાજનીતિમાં જે ધર્મનો સહારો લે છે, તેઓ નબળા છે. જેમને પોતાના પર વિશ્વાસ હશે, તેઓ ધર્મનો સહારો નહીં લે. જે સાચા વ્યક્તિ હશે. તેઓ એ બતાવશે કે હું આગળ શું કરીશ. કેવી રીતે વિકાસ કરીશ, પરંતુ જે નબળા છે તેઓ એમ જ કહેશે કે હું હિન્દુ કે મુસ્લિમ છું. એટલે મને વૉટ આપો. આપણે બહારથી નથી આવ્યા. આ જ માટીમાં જન્મ થયો છે. આ જ માટીમાં વિલિન થવાનું છે. ભાજપના કોઈ નેતાએ કહ્યું કે, કોઈ બહારથી આવ્યું છે, કોઈ અંદરથી આવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે, અંદર બહારથી કોઈ આવ્યું નથી. હિન્દુઓમાં સળગાવવામાં આવે છે. ત્યારબાદ અવશેષ દરિયા (નદી)માં નાખી દે છે. તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે. ખેતરોમાં પણ જાય છે એટલે કે આપણા પેટમાં જાય છે. ભારતીય મુસ્લિમોની વાત કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, મુસ્લિમ પણ આ જ જમીન અંદર જાય છે. તેમનું માંસ, તેમના હાડકાં પણ આ જ ભારત માતાની ધરતીનો હિસ્સો બની જાય છે. તો પછી હિન્દુ-મુસ્લિમ શા માટે કરવાનું? બંને આ જ માટીમાં મળી જાય છે. કહેવાનો અર્થ એ છે કે આ બધી રાજકીય જંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp