રાહુલ ગાંધીના કારણે 3 ડઝન લોકોએ છોડી કોંગ્રેસ: ગુલામ નબી આઝાદ

PC: indiatv.in

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DAP) નેતા ગુલામ નબી આઝાદે એક ન્યૂઝ ચેનલને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, તેમણે રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ પાર્ટી છોડી. તેમણે જ નહીં 3 ડઝન લોકોએ રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ છોડી. બધાને ખબર છે કે માત્ર મેં જ નહીં, લગભગ 3 ડઝનની આસપાસ યંગ, ઓલ્ડ, તેમાં 90 ટકા યંગ જ છે. જેમણે કોંગ્રેસ છોડી છે. તેમના (રાહુલ ગાંધી)ના કારણે. રાહુલ ગાંધીની સંસદ સભ્યતા જવા અને તેમનું મકાન પાછું લેવામાં થયેલી કથિત ઉતાવળ પર તેમને સવાલ કરવામાં આવ્યો હતો.

આ સવાલ પર તેમણે કહ્યું કે, ઉતાવળ તો થઈ છે. તેમાં કોઈ શંકા નથી કે રાહુલ ગાંધીજી દરેક વખત પોતે જ કંટ્રોવર્સી ઉત્પન્ન કરે છે દરેક જગ્યાએ. બહાર જાય તો કન્ટ્રોવર્સી, અહીં જાય તો કંટ્રોવર્સી, આ તેમની ભૂલ છે. એક જ એજન્ડા પર 9-9 વર્ષ રહે છે. ભારતમાં હજુ પણ મોટી સમસ્યા છે. તેમની બાબતે ચર્ચાઓ કરતા નથી. આ એક સાઇડ છે, પરંતુ બીજી સાઈડ છે કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જલદી જલદી કરી, સંસદ સભ્યતા રદ્દ કરવા માટે, મકાન લેવા માટે.

ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેની માટે પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. મેં જો કંઈક બતાવ્યું છે તો એ ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. રાહુલ ગાંધી બાબતે અને બીજી જે છે, આખું આઇસબર્ગ ક્યારેય નહીં બતાવું. રાહુલ ગાંધી માટે નફરત કેમ છે તમને? આ સવાલ પર તેમણે કહ્યું કે, વાત નફરતની નથી. મેં હજાર વખત કહ્યું છે કે હું ઈચ્છું છું તેઓ સ્વસ્થ રહે, તેઓ રાજનીતિમાં સફળ રહે. તેમાં તો પસંદ કર્યા જ હતા અમે, હું પણ હતો નેતા પસંદ કરવા માટે, પરંતુ જો દુનિયા સાંભળશે કે તેમણે રાજીનામું કેમ આપ્યું તો દંગ રહી જશે.

જો કે, આઝાદે રાજીનામાની કહાની સંભળાવવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, કેટલીક વસ્તુ, કેટલાક કલ્ચર, કેટલીક રીત, કેટલીક વાતો અંદરની હોય છે તે ન કરવી જોઈએ, તે માણસનું કેરેક્ટર દર્શાવે છે. તેઓ એ જ બતાવશે જે તેમણે પુસ્તકમાં લખ્યું છે. જો પુસ્તકમાં લખ્યું છે અને પછી ન કહું તો ગુનેગાર છું. પુસ્તક સમજી વિચારીને લખી છે અને જે નથી કહેવું એ સમજી વિચારીને કહ્યું નથી. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે આવાસ બચાવવા માટે તેમણે (આઝાદે) પલટી મારી છે?

તેના પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેમાં જેટલા પણ કોંગ્રેસની નેતા છે, તેમને બતાવો કે દેશ માટે મચ્છરે પણ તેમને ડંખ માર્યો નથી. મને એક બતાવો. આ ગુલામ નબી આઝાદ છે. એટલે તો આજે AICCમાં તેઓ છે જે કલર્કીથી આવ્યા છે જે OSDથી આવ્યા છે. કોંગ્રેસી ઓરિજિનલ કેમ મારી વિરુદ્ધ બોલતા નથી, જે 70-80ના દશકના છે. કેમ નથી બોલતા કેમ કે તેઓ મારા હિસ્ટ્રી જાણે છે. એ સિવાય પણ ગુલામ નબી આઝાદે પોતાના ઇન્ટરવ્યૂમાં ઘણી વાતો કહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp