
એક વ્યક્તિ પર ભત્રીજીએ OYO હૉટલમાં લઈ જઈને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. બ્લેકમેલ કરવા પર છોકરી અને તેના પરિવારજનોને જીવથી મારવાની ધમકી આપી. યુવતીનો આરોપ છે કે, લગભગ 4 વર્ષ અગાઉ ફોઈના ઘરે રહેવા માટે ગઈ હતી. બાથરૂમમાં નાહી રહી હતી, ત્યારે જ ફૂવાએ ફોટો ખેચીને વાયરલ કરવાની ધમકી આપી હતી. વલ્લભગઢ મહિલા પોલીસ સ્ટેશનની પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. 25 વર્ષીય યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, ફોઈના ઘરે આવતી-જતી રહેતી હતી.
તેનો ફૂવો તેના પર ખરાબ નજર નાખતો હતો અને અશ્લીલ રીતે સ્પર્શ કરતો હતો. યુવતીનો આરોપ છે કે લગભગ વર્ષ અગાઉ ફોઈના ઘરે ગઈ હતી. જ્યારે તે બાથરૂમમાં નાહી રહી હતી, એ દરમિયાન ફૂવાએ નાહતી વખત ફોટો ખેચી લીધો હતો. એ ફોટો પર બ્લેકમેલ કરવા લાગ્યો. આરોપીએ યુવતીને જીવથી મારવાની ધમકી પણ આપી હતી. આરોપ છે કે 16 સપ્ટેમ્બર 2022ના રોજ બડખલ સ્થિત OYO હૉટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. કોઈને બતાવવા પર જીવથી મારવાની ધમકી આપી હતી.
યુવતીએ 17 સપ્ટેમ્બર 2022ના રોજ પોતાના પરિવારજનોને આ ઘટના બાબતે જણાવ્યું. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે પંચાયત થઈ. આરોપ છે કે, ફૂવાએ લેખિતમાં આપ્યું હતું કે, હવે યુવતીને ક્યારેય પરેશાન નહીં કરે. થોડા સમય બાદ આરોપી તેને ફરીથી પરેશાન કરવા લાગ્યો. જેના પર યુવતીએ પરિવારજનોને કહી દીધું. 6 માર્ચ 2023ના રોજ ફરી પંચાયત થઈ. એ પંચાયતમાં યુવતીના પરિવારજનો સાથે ગાળાગાળી અને મારામારી કરતા ધમકી આપી.
યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. તો આદર્શ નગરમાં યુવતી અને પરિવારજનો વિરુદ્ધ મરામારીનો કેસ નોંધાવ્યો છે. આરોપીનું કહેવું છે કે, વર્ષ 2010માં સાળા અને તેના ભાઈએ મકાન બનાવવા માટે લગભગ 15 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એક વર્ષ બાદ પાછા માગ્યા તો બંનેએ કહ્યું હતું કે, છેડછાડનો કેસ દાખલ કરાવી દેશે. ત્યારબાદ કેટલાક લોકોએ વાતચીત કરવા બોલાવ્યા અને મારામારી કરવાની શરૂઆત કરી દીધી. આરોપીઓએ 1 હજાર અને સોનાની ચેન છીનવી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp