તમારા દીકરાને વાઈફવાળી ખુશી નહીં આપી શકીશ કહી યુવતી પ્રેમી સાથે ભાગી પછી...

PC: uttarakhandraibar.com

હું તમારા દીકરા માટે લાયક નથી. મને ઈન્ટરનલ ઈન્ફેક્શન છે. લગ્ન બાદ તમારા દીકરાને વાઈફવાળી ખુશી નહીં આપી શકીશ. તમારા દીકરાને મારા કરતા પણ સારી છોકરી મળી જશે. મારી સાથે લગ્ન કરીને અમારા બંનેનું લગ્ન જીવન બરબાદ થઈ જશે. મારો એક્સિડન્ટ થઈ ગયો છે. હાથ-પગ તૂટી ગયા છે, કોઈને લાયક નથી બચી. જો તમારા દીકરા સાથે લગ્ન થયા તો એ જ દિવસે આત્મહત્યા કરી લઈશ. હું સિંગલ જીવવા માંગુ છું.

ગયાની એક છોકરીએ લગ્ન પહેલા છોકરાના ભાઈને ઓડિયો રેકોર્ડિંગ મોકલીને આ બધી વાતો કહી છે. છોકરીનું CRPFના એક ઈન્સપેક્ટર સાથે અફેર ચાલી રહ્યું હતું. પિતાએ તેના લગ્ન નક્કી કરી લીધા હતા. છોકરી તે છોકરા સાથે લગ્ન કરવા નહોતી માંગતી. છોકરી CRPF ઈન્સપેક્ટર સાથે રાજસ્થાન ભાગી ગઈ પરંતુ, પોલીસે તેને જયપુરમાંથી શોધી કાઢી.

મામલો ગયાના રામપુરનો છે. ઘરના સભ્યોએ 24 વર્ષની યુવતીના લગ્ન નક્કી કર્યા પરંતુ, તે લગ્ન કરવા માંગતી નહોતી. લગ્ન પહેલા તે પોતાના પ્રેમી પાસે પહોંચી ગઈ. એટલું જ નહીં, ભાગતા પહેલા તેણે એક ઓડિયો બનાવ્યો અને તે ઓડિયો પોતાના થનારા મંગેતરના ભાઈના મોબાઈલ પર મોકલી આપ્યો. ઓડિયોમાં તેણે પોતાને લગ્ન માટે ફિઝિકલરીતે ફિટ ના હોવાની વાત કહી સાથે જ આત્મહત્યા કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો.

સાસરામાં ઓડિયો પહોંચતા જ તે પોતાના ઘરેથી ભાગીને રાજસ્થાન પોતાના પ્રેમી પાસે પહોંચી ગઈ પરંતુ, તેના પ્રેમ પર ઘરના સભ્યો અને રામપુર પોલીસ સ્ટેશનના પોલીસવાળા હાવી થઈ ગયા. તેને રાજસ્થાનના જયપુર સ્ટેશનથી પાછી લઈ આવ્યા. SSP આશીષ ભારતીએ જણાવ્યું કે, યુવતીને લઈ આવ્યા. તેણે કોર્ટમાં નિવેદન નોંધાવ્યું. નિવેદન નોંધાવ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

રામપુરમાં રહેતા એક વ્યક્તિએ પોતાની દીકરીના લગ્ન ગુરુઆમાં રહેતા એક યુવક સાથે નક્કી કર્યા હતા. આ લગ્ન તે છોકરીને પસંદ નહોતા. દરમિયાન, યુવતી સાત ફેબ્રુઆરીએ પોતાના ઘરેથી ભાગી ગઈ. ભાગતા પહેલા તેણે એક ઓડિયો તૈયાર કર્યો અને પોતાના થનારા પતિના ભાઈને મોબાઈલ ફોન પર મોકલી આપ્યો. એટલું જ નહીં, ભાગતા પહેલા તેણે પોતાના ચહેરા પર એક મેડિકલ પટ્ટી બાંધી અને પોતાના મોબાઈલથી પોતાનો ફોટો પાડી મોબાઈલની સ્ક્રીન પર સેવ કરી દીધો અને તે મોબાઈલ ઘરે જ મુકીને તે ભાગી ગઈ.

પોલીસ સ્ટેશનમાં દાખલ કેસ અનુસાર, જે સમયે યુવતી ઘરેથી ભાગી હતી તે સમયે તેના પિતા ઘરે નહોતા. તે પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ, જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો પોતાની દીકરીને ઘરમાં ના જોઈ ચિંતામાં મુકાઈ ગયા. તેમણે શોધખોળ કરી પરંતુ, રંજના ક્યાંય ના મળી. હારીને તેમણે પોલીસ સ્ટેશનમાં તેના ગૂમ થવાની ફરિયાદ લખાવી.

પરંતુ, પોલીસે જ્યારે તપાસ કરી તો યુવતીની ચાલાકી પકડાઈ ગઈ. સૌથી પહેલા પોલીસે યુવતીની બહેનપણીઓની પૂછપરછ કરી તો રંજનાના પ્રેમ સંબંધ વિશે જાણકારી મળી. ત્યારબાદ પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું લોકેશન રાજસ્થાનમાં જ છે. પોલીસે તપાસ કરી યુવતીને જયપુરમાંથી શોધી કાઢી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp