માતા મોબાઇલમાં વ્યસ્ત થઈ ગઈ અને ટ્રેનના ટોયલેટ સીટ પર ફસાયો 4 વર્ષીય છોકરીનો પગ
બરૌની-બાંદ્રા અવધ એક્સપ્રેસ ટ્રેનમાં માતાની બેદરકારીથી માસૂમનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. AC કોચ નંબર C6માં એક મહિલા પોતાની માસૂમ દીકરીને લઈને સફર કરી રહી હતી. શૌચ આવવા પર તેણે 4 વર્ષીય દીકરીને કોચના ટોયલેટમાં લઈ જઈને બેસાડી દીધી. ત્યારે કોઈ સંબંધીનો કોલ આવ્યો અને માતા બહાર ઊભી થઈને વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. ચાલુ ટ્રેનમાં છોકરી ટોયલેટ કરી રહી હતી, ત્યારે આચનક ઝટકો લાગવા પર છોકરીનો પગ લપસી ગયો અને ટોયલેટ સીટના હોલમાં જઈને ફસાઈ ગયો.
છોકરી દુઃખાવાથી બૂમો પાડવા લાગી. રડારડનો અવાજ સાંભળીને માતાએ ટોયલેટનો દરવાજો ખોલ્યો. ટ્રેનમાં ઉપસ્થિત અન્ય મુસાફરો પણ છોકરીની મદદ કરવા માટે પહોંચી ગયા. કોઈ મુસાફરે રેલવે હેલ્પલાઇન નંબર 139 પર ઘટનાની જાણકારી આપી દીધી હતી. ઘટનાની જાણકારી મળતા જ રેલવે સ્ટાફ ઘટનાસ્થળ પર આવી ગયો અને તેણે તરત જ ટેક્નિકલ સ્ટાફને કોલ કર્યો હતો. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આ આખી ઘટના થઈ.
કહેવામાં આવી રહ્યું છે કે, બિહારના સીતામઢી જિલ્લાની રહેવાસી મોહમ્મદ અલી પોતાની પત્ની ફાતિમા અને બાળકો સાથે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન ફાતિમાની થોડી બેદરકારીના કારણે છોકરીનો જીવ જોખમમાં મુકાઈ ગયો. માતા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ અને છોકરીનો ટોયલેટ સીટના હોલમાં પગ ફસાઈ ગયો. લગભગ દોઢ કલાક સુધી છોકરી ફસાઈ રહી અને ટ્રેન સ્ટેશન પર રોકાઈ રહી. ટોયલેટ સીટના હોલથી પગ કાઢવા સુધી છોકરી દુઃખાવાથી પીડાતી રહી.
ટ્રેન ફતેહપુર સિકરી પહોંચી તો રેલવે સ્ટાફને જાણકારી આપવામાં આવી. ઘટનાસ્થળ પર રેલવેનો ટેક્નિકલ સ્ટાફ પહોંચ્યો. ટેક્નિકલ સ્ટાફે ટોયલેટ બોક્સને ખોલીને છોકરીના પગ બહાર કાઢ્યો. ટોયલેટ સીટના હોલમાં પગ ફસાવાના કારણે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. બહાર નીકળ્યા બાદ રેલવે વિભાગે છોકરીના પગની સારવાર કરી. ત્યારે છોકરીએ રાહતના શ્વાસ લીધા. છોકરીના જીવમાં જીવ આવ્યો. DCM ઉત્તર રેલવે આગ્રા મંડળ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ઘટના 15 ઑગસ્ટની છે. છોકરીની હાલત જોખમથી બહાર છે. પગ ટોયલેટ સીટના હૉલથી બહાર કાઢ્યા બાદ છોકરીને પ્રાથમિક સારવાર કરી દેવામાં આવી હતી. છોકરી પૂરી રીતે સ્વસ્થ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp