બુલેટની ટાંકી પર યુવતી, પાછળ ડ્રાઇવર, હોળી પર રોમાન્સનો Video વાયરલ

PC: crimetak.in

બુલેટની પેટ્રોલની ટાંકી પર છોકરી, પાછળ ડ્રાઇવર... બંનેના રોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે. બંને હોળીના રંગમાં રંગાયેલા દેખાઈ રહ્યા છે. બાઈક પર એકબીજાને ભેટીને રોમાન્સ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વાયરલ વીડિયો જયપુરના જવાહર સર્કલ પાસેનો છે. કપલે આ દરમિયાન તહેનાત નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું. એટલું જ નહીં, બંનેએ આ દરમિયાન હેલમેટ પણ પહેર્યું નહોતું.

રાજસ્થાનના જયપુરમાં હોળીના પર્વ પર જાહેરમાં રસ્તા પર ચાલતી બુલેટ બાઇક પર રોમાન્સના ખુમારનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવક-યુવતી ચાલતી બાઇક પર પ્રેમાલાપ કરતા દેખાઇ રહ્યા છે. આ બધુ ત્યારે થયુ જ્યારે જયપુરના એક મેઇન રોડ પર બાઇક લઈને કપલ જઈ રહ્યું હતું અને આસપાસના વાહન ચાલકોએ તેનો વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો. જ્યાં એક પ્રેમી બુલેટ ચલાવી રહ્યો છે અને તેની આગળની તરફ તેની પ્રેમિકા ગળામાં હાથ નાંખીને રોમાન્સ કરતી દેખાઈ રહી છે.

વાયરલ વીડિયોમાં જે બુલેટ બાઇક પર પ્રેમી કપલ પ્રવાસ કરી રહ્યું છે, તેનો નંબર રાજસ્થાનનો જ છે. હવે આ વીડિયો પોલીસ અધિકારીઓની પાસે પણ પહોંચી ચુક્યો છે. આરોપી બુલેટ બાઇક ચાલકની શોધ કરવામાં આવી રહી છે, તેના આધાર પર ટ્રાફિક પોલીસ તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ પહેલા પણ આ પ્રકારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુક્યા છે. વાયરલ વીડિયોમાં જે બુલેટ બાઇક પર પ્રેમી કપલ દેખાઈ રહ્યું છે તેનો નંબર પણ મળી ચુક્યો છે. પોલીસે કહ્યું છે કે, બાઇક નંબરના આધાર પર આ કપલની જાણકારી મેળવવામાં આવી રહી છે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ જ પ્રકારનો મામલો અજમેરમાં પણ સામે આવ્યો હતો. જ્યાં કપલ એક બાઇક પર રોમાન્સ કરતું દેખાયુ હતું. બંને એકબીજાને હગ કરી રહ્યા હતા. ત્યારબાદ ક્રિસ્ટિયન ગંજ પોલીસ સ્ટેશનના SHO કરન સિંહે વીડિયોના આધાર પર કેસ દાખલ કરી લીધો હતો. કરન સિંહે જણાવ્યું કે, બાઇક સવાર 24 વર્ષીય યુવક છે, જે છોકરીને તેણે બાઇક પર હગ કર્યું હતું તે સગીર જણાવવામાં આવી રહી છે. આ મામલામાં આરોપી યુવકની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp