છોકરી બોયફ્રેન્ડના પિતા સાથે ભાગી, પોલીસને છોકરી કહે BFના પિતા સાથે રહેવું છે

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની પ્રેમિકા તેના પિતાના પ્રેમમાં પડી ગઈ હતી. એક દિવસ તક જોઈને બંને એકસાથે ઘરમાંથી ભાગી ગયા. યુવતીના પરિવારજનોએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. એક વર્ષ બાદ બંનેને દિલ્હીથી પકડ્યા હતા. પોલીસનું કહેવું છે કે, યુવતીના નિવેદનના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, કમલેશ ઔરૈયાથી તેના 20 વર્ષના પુત્ર સાથે કાનપુરના ચકેરી વિસ્તારમાં કામની શોધમાં આવ્યો હતો. કમલેશનો પુત્ર ઘર બનાવવાનું કામ કરતો હતો. દરમિયાન તેને ત્યાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ક્યારેક યુવતી યુવકને મળવા તેના ઘરે પણ જતી હતી. જ્યારે પણ બોયફ્રેન્ડ ઘરે ન મળ્યો, ત્યારે યુવતીની તેના પિતા કમલેશ સાથે વાતચીત શરૂ થઈ.

ધીમે ધીમે યુવતી તેના પ્રેમીના પિતા કમલેશને પ્રેમ કરવા લાગી. પુત્રને આ અંગે કંઈ ખબર ન હતી. માર્ચ 2022માં યુવતી કમલેશ સાથે ભાગી ગઈ હતી. કમલેશનો દીકરો ઘરે હતો તેથી યુવતીના પરિવારજનોને તેના પર શંકા ન હતી. યુવતીના પરિજનોએ ચકેરી પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસને આ અંગે કોઈ પુરાવો મળી શક્યો નહિ કે, આખરે તે યુવતી ક્યાં ગઈ.

SHO રત્નેશ સિંહનું કહેવું છે કે, પોલીસને તપાસમાં ખબર પડી કે, છોકરી કમલેશના છોકરાને મળતી હતી. જ્યારે પોલીસે કમલેશના પુત્રની પૂછપરછ કરી, તો તેણે જણાવ્યું કે મારા પિતા મારી પ્રેમિકાને લઈ ગયા હતા. આ પછી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે, કમલેશ યુવતી સાથે દિલ્હીમાં રહેતો હતો અને કારખાનામાં કામ કરતો હતો. આ પછી પોલીસ દિલ્હી ગઈ અને બંનેને પકડીને લઇ આવી.

SO કહે છે કે કમલેશનો પુત્ર તેના પિતાના કૃત્ય વિશે જાણતો હતો, પરંતુ તે શરમના કારણે જણાવતો ન હતો. પોલીસે કમલેશને ચકેરી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે. યુવતીનું મેડિકલ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું નિવેદન નોંધવામાં આવશે. યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. SHO રત્નેશનું કહેવું છે કે, અત્યારે છોકરી કમલેશ સાથે રહેવાની વાત કરી રહી છે. છોકરી અને કમલેશ બંને પુખ્ત છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp