બાળકી પર બળાત્કાર,પિતાની હત્યાના આરોપી BJP નેતાને પાર્ટીએ 6 વર્ષ માટે દૂર કર્યા

PC: india.postsen.com

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં દલિત બાળકી પર બળાત્કાર, તેના પિતાની હત્યા, તેની બહેનની છેડતી અને તેના ભાઈ પર હુમલાના કેસમાં આરોપી BJP નેતા રાહી માસૂમ રઝા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આરોપી રાહી માસૂમ રઝા BJP લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ હતા.

આટલું જ નહીં, મહારાજગંજ પોલીસ મીડિયા સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આબિદ અલી અને તેના હેલ્પર ગુડ્ડુ શાહને સોમવારે રાહી માસૂમ રજાને મદદ કરવા અને સમગ્ર ઘટનામાં મધ્યસ્થી કરવા અને પીડિતાને પૈસા અપાવવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપીની કસ્ટડી લેનાર પોલીસ અધિક્ષકની કચેરીના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર સમશુલ હોદા ખાનને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

મહારાજગંજ BJP લીડર કેસમાં શહેર ચોકીના ઈન્ચાર્જ પ્રવીણ કુમાર સિંહ સહિત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ અને સદર કોટવાલ રવિ કુમાર રાય સહિત 14ને લાઈનમાં હાજર થવા માટે SPએ સોમવારે ખાલી જગ્યાઓ પર નવી પોસ્ટિંગ આપી હતી. પોલીસ લાઈન્સમાં ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર ઘનશ્યામ સહિત 17 પોલીસકર્મીઓને કોતવાલીમાં ફરજ બજાવવા માટે કહેવામાં આવ્યું છે.

ઘટના પછી પીડિતાએ ધારા 164 હેઠળ આપેલું નિવેદન બદલ્યા પછી પીડિતાના ઘરેથી દરોડામાં 9 લાખ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસ પીડિતા સાથે વાત કરી રહી છે અને દરોડામાં મળી આવેલા પૈસા અંગે માહિતી એકઠી કરી રહી છે. પોલીસને શંકા છે કે, શું પૈસા લીધા પછી પીડિતાએ તેનું નિવેદન બદલી તો નથી નાખ્યું ને.

વાસ્તવમાં, રાહી માસૂમ રઝા સામે નોંધાયેલા બળાત્કારના કેસમાં યુ-ટર્ન ત્યારે આવ્યો, જ્યારે પીડિતા પોતે આપેલા નિવેદનથી પલટી ગઈ હતી અને બીજા નિવેદનમાં પોતે લગાવેલા તમામ આરોપોને મૂળ માંથી નકારી કાઢ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, BJP નેતા રાહી માસૂમ રઝા વિરુદ્ધ હત્યા, બળાત્કાર, પોક્સો અને SC-ST જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, પીડિતાના નિવેદન પછી પોલીસે તેને બે લોકોની કસ્ટડીમાં સોંપી દીધી હતી. ત્યારથી જ BJPના નેતા રાહી માસૂમ રઝા ફરાર છે. હવે પોલીસ તેને શોધવા માટે આમ તેમ દરોડા પાડી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ઘટનાના 5 દિવસ પછી ઉપરથી આવેલા દબાણના કારણે પોલીસે કેસ નોંધ્યો હતો અને આરોપી BJP નેતાને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યો હતો, પરંતુ તેને ગણતરીના કલાકોમાં જ છોડી દેવામાં આવ્યો હતો. BJPના નેતાને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઑફિસના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર સમશુલ હોદા ખાન અને અન્ય એક વ્યક્તિની કસ્ટડીમાં મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ રાહી માસૂમ રઝા ફરાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં હવે તેની કસ્ટડી લેનાર કાઉન્સેલર શમશુલ હોદા ખાનને કાઉન્સિલિંગ સેન્ટરના કાઉન્સેલરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને પોલીસ UPના ઘણા શહેરોમાં રાહી માસૂમ રઝાને શોધી રહી છે.

બીજી તરફ સદર કોટવાલ દ્વારા આરોપીઓને છોડાવવાથી નારાજ SP ડો.કૌસ્તુભે ઇન્સ્પેક્ટર સહિત 14 પોલીસકર્મીઓને લાઈન હાજર કર્યાં હતા અને ચોકીના ઈન્ચાર્જ સહિત 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન BJPએ રાહી માસૂમ રઝાને 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp