દિલ્હીમાં જાહેરમાં 16 વર્ષની છોકરીને છરી વડે 40 વાર ઘા માર્યા, પથ્થર વડે કચડી

PC: livehindustan.com

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક સગીર બાળકીની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવતી પર જાહેરમાં 40 વાર છરીના ઘા માર્યા હતા અને તે પછી પણ જ્યારે પાગલનું મન ન સંતોષાયું ત્યારે તેણે યુવતીને પથ્થરથી પણ મારી હતી. આ અત્યંત સનસનીખેજ ઘટનાને રવિવારે અંજામ આપવામાં આવ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, યુવતીની ઉંમર 16 વર્ષ છે.

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, છોકરી તેની સહેલી સાથે જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી. ત્યારે જ રસ્તામાં આ પાગલ છોકરાએ છોકરીને રોકી અને પછી તેના પર ચાકુથી વારંવાર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે. એમાં જોવામાં આવે છે કે, જે સમયે એક ગલીમાં છોકરીની હત્યા કરવામાં આવી હતી તે સમયે ત્યાં કેટલાક લોકો પણ હાજર હતા, પરંતુ પાગલને કોઈનો ડર ન લાગ્યો. આરોપીનું નામ સાહિલ જણાવવામાં આવી રહ્યું છે. આ ભયાનક ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સાહિલ ફરાર છે.

પોલીસની છ ટીમો સાક્ષીના હત્યારા સાહિલની શોધમાં લાગી હતી. તેના લોકેશનને ટ્રેક કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. તે ચાલાકીપૂર્વક તેનો ફોન ઘરે મૂકીને ભાગી ગયો હતો. જો કે, કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ્સ મળ્યા પછી, પોલીસ આખરે સફળ થઈ અને તેને બુલંદશહેરથી પકડી પાડ્યો.

આ હત્યાની ઘટનાના CCTV ફૂટેજ ખૂબ જ ભયાનક છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રસ્તા પરથી ઘણા લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ આ પાગલ એટલો નીડર છે કે તે યુવતી પર સતત છરી વડે હુમલો કરી રહ્યો છે. ત્યાંથી પસાર થતા લોકોમાંથી એક સાહિલને એક ક્ષણ માટે રોકવાનો પ્રયત્ન કરે છે પણ સાહિલ રોકાતો નથી. આ પછી બધા લોકો ખૂબ જ આરામથી આમ-તેમ નીકળી જાય છે અને આરોપી સાહિલ સાક્ષી પર છરી વડે વારંવાર હુમલો કરતો જ રહ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ અને સાક્ષી મિત્રો હતા પરંતુ ગઈકાલે તેમની વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જ્યારે સાક્ષી તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસ પર જઈ રહી હતી ત્યારે સાહિલે રસ્તામાં સાક્ષીને રોકી હતી અને તેના પર છરી વડે ઘણી વખત હુમલો કર્યો હતો. આ પછી તેણે ફરીથી પથ્થરો વડે પણ હુમલો કર્યો. આ ભયંકર હત્યા કરીને આરોપી સાહિલ ફરાર થઈ ગયો છે. પોલીસ તેની શોધમાં સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. આ ઘટના અંગે દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુમન નલવાએ જણાવ્યું કે, ગઈ કાલે શાહબાદ ડેરી વિસ્તારમાં એક હત્યા કરવામાં આવી છે. એક ટીમ બનાવવામાં આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે.

શાહબાદ ડેરી પોલીસ વતી એવું કહેવામાં આવ્યું છે કે બાળકીની હત્યાની માહિતી એક બાતમીદાર પાસેથી મળી હતી, જેના પછી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ કરવામાં આવી હતી. મૃતકની ઓળખ સાક્ષી તરીકે થઈ છે, જે JJ કોલોનીની રહેવાસી છે. યુવતીની ઉંમર 16 વર્ષની છે અને તેનો મૃતદેહ ગલીમાં પડ્યો હતો. જાણવા મળ્યું છે કે, તે આ ગલીમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે સાહિલ નામના છોકરાએ તેને રોકી હતી અને તેને ઘણી વાર માર માર્યો હતો. આ કેસમાં યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે.

દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું, 'દિલ્હીની શાહબાદ ડેરીમાં એક નાનકડી માસૂમ બાળકીને ચાકુ મારીને હત્યા કરવામાં આવી અને પછી તેને પથ્થરથી કચડી નાખવામાં આવી. દિલ્હીમાં હૈવાનોનો ભય હદ વટાવી ગયો છે. પોલીસને નોટિસ પાઠવી રહ્યા છીએ. તમામ હદ વટાવી દેવામાં આવી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયંકર કંઈ જોયું નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp