LLB ભણતી યુવતીએ ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કર્યા, કનૈયાને જમાઈ બનાવી માતા-પિતા ખુશ
ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક છોકરીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા. પંડિતજીએ મંત્રોનો જાપ કર્યો અને નિયમો અને રીતિ-રિવાજ મુજબ સાત ફેરા કરાવ્યા. સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે થયેલા આ લગ્નમાં પરિવારના તમામ સભ્યોએ પણ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે દીકરીના આ નિર્ણયથી માતા-પિતા ખુશ હતા. આ લગ્નમાં માતા-પિતાએ કન્યાદાન પણ કર્યું હતું. યુવતી પક્ષ હવે ભગવાન કૃષ્ણને તેના જમાઈ તરીકે પસંદ કરીને ખૂબ ખુશ છે. તે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે અમારા સંબંધી બની ગયા છે અને હવે અમે જમાઈ તરીકે તેમની પૂજા કરીશું.
જિલ્લાના બિધુના નગરનો આ અનોખો કિસ્સો છે. અહીં રહેતી 30 વર્ષીય રક્ષા MAનો અભ્યાસ કર્યા બાદ LLB કરી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણમાં નાનપણથી જ રક્ષાની ભાવના પ્રવૃત હતી. એક તરફ રક્ષા ભગવાન કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહેતી હતી, તો બીજી તરફ તેના માતા-પિતા લગ્નની વાતો ચલાવી રહ્યા હતા.
પરંતુ રક્ષાને તો ભગવાન કૃષ્ણ સાથે જ લગની લાગી ગઈ હતી. તે વારંવાર પરિવારના સભ્યોને લગ્ન કરવાનો ઇનકાર કરતી રહી. દરમિયાન એક દિવસ રક્ષાએ કહ્યું કે, ભગવાન કૃષ્ણ તેમના સ્વપ્નમાં પ્રગટ થયા છે. સ્વપ્નમાં તેણે ભગવાનને પોતાના પતિ માનીને, તેણે તેમને માળા પહેરાવી હતી.
બસ, ત્યારથી રક્ષાએ ભગવાન કૃષ્ણને તેના વર તરીકે પસંદ કરવાનો સંકલ્પ કર્યો. રક્ષા, જે કૃષ્ણને સમર્પિત હતી, તેણે તેના માતાપિતાને બધું કહ્યું અને કોઈપણ રીતે તેમને સમજાવ્યા. બીજી તરફ દીકરીની જીદ સામે માતા-પિતા કંઈ બોલી શક્યા ન હતા અને તેઓ પણ દીકરીની ખુશી માટે રાજી થઈ ગયા હતા.
પરિવારના સભ્યોની સંમતિ મળ્યા પછી, 11 માર્ચ, 2023ના રોજ રક્ષાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ થયા. જ્યાં રક્ષાના હાથમાં મહેંદી, હળદર, બંગડીઓ જોવા મળ્યા હતા. જ્યારે, આ લગ્ન મંડપમાં તમામ ધાર્મિક વિધિઓ કર્યા પછી કરવામાં આવ્યા હતા. હવે રક્ષા ખૂબ જ ખુશ છે કારણ કે તેને ભગવાન કૃષ્ણના રૂપમાં વર મળ્યો છે.
રક્ષાના માતા-પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમની ખુશી તેમની દીકરીની ખુશીમાં સમાયેલી છે. અમે અમારી દીકરીના લગ્ન તમામ હિંદુ વિધિઓનું પાલન કરીને ભગવાન કૃષ્ણ સાથે કરાવ્યા. હવે ભગવાન કૃષ્ણ અમારા જમાઈ તરીકે ઘરમાં બિરાજશે. અમે ખૂબ જ ખુશ છીએ.
જ્યારે, મોટી બહેન અનુરાધા પણ રક્ષાના નિર્ણયથી ખૂબ ખુશ હતી. તેણે કહ્યું કે, નાની બહેને ભગવાન કૃષ્ણને તેના વર તરીકે પસંદ કર્યા છે. હવે ભગવાન કૃષ્ણ મારા સંબંધી બની ગયા છે અને અમારો બહુ મોટો સંબંધ મથુરા સાથે જોડાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp