અંધારામાં પ્રેમીને મળવાની ચાહત, આખા ગામની વીજળી ગુલ કરી દેતી હતી પ્રેમિકા

PC: financialexpress.com

બોયફ્રેન્ડને મળવા માટે એક છોકરી પોતાના ગામની વીજળી ગુલ કરી દેતી હતી. આ કારણે કરી ગરમીમાં ગ્રામજનો બેચેન રહેવા લાગ્યા. ગામના કેટલાક છોકરાઓએ લાઇટ જવાના કારણની જાણકારી મેળવી. ખબર પડી કે ગામની જ એક છોકરી રાત્રે પોતાના પ્રેમીને મળવા માટે વીજળી ગુલ કરી દે છે. ત્યારબાદ લાગ જોઈને બેઠા ગ્રામજનોએ એક દિવસે અંધારામાં પ્રેમી અને પ્રેમિકાને રંગે હાથ પકડી લીધા. બિહારના બેતિયાથી આ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે.

જિલ્લાના નૌતનમાં પ્રીતિ નામની એક છોકરી, પોતાના પ્રેમીને મળવા માટે આખા ગામનો પાવર સપ્લાઈ કાપી દેતી હતી. વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા હતા. આ દરમિયાન એક દિવસે બહારનો છોકરો, જ્યારે ગામમાં પહોંચ્યો તો તેની પ્રેમિયાએ ફરી વીજળી ગુલ કરી દીધી, પરંતુ તેનો લાગ જોઈને બેઠા ગ્રામજનોએ રાત્રે અંધારામાં પ્રેમી યુગલને આપત્તિજનક સ્થિતિમાં પકડી પડ્યા. ત્યારબાદ યુવકને  ઢોર માર મારવામાં આવ્યો. યુવકની ઓળખ પાસેના ગામના રાજકુમારના રૂપમાં થઈ છે.

માર મારવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મામલો વધવા પર બંને પરિવારજનો સહમતી બાદ પ્રેમી યુગલના પોલીસ સ્ટેશનમાં લગ્ન કરાવી દેવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રામજનો સંજય કુમારે પોતાના બગીચામાં પ્રેમી યુગલે આપત્તિજનક સ્થિતિમાં પકડી લીધા. આ દરમિયાન પ્રેમી કપલે બગીચાની જ મારામારી શરૂ કરી દીધી હતી. ગ્રામજનોએ ત્યારબાદ પોતાના મિત્રોને બોલાવ્યા અને પછી યુવતી સાથે પકડાયેલા યુવકને ઢોર માર માર્યો.

એક અન્ય ગ્રામીણ ગોવિંદા ચૌધરીના જણાવ્યા, છોકરી રોજ ગામની વીજળી કાપી દેતી હતી, જેથી ઘરોમાં ચોરીની ઘટના વધી ગઈ હતી. એ છોકરીથી અમે લોકો પરેશાન થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પરિવારજનોના ડરના કારણે બંને એક-બીજાને મળી નહોતા શકતા. એવામાં જ્યારે પણ બંનેનું મળવાનું થતું હતું તો છોકરી પોતાના પ્રેમીને બોલીને ટ્રાન્સફોર્મરમાં એર બ્રેક સ્વિચ (AB) સ્વીચને નીચે પડાવી દેતી હતી, જેથી આખા વિસ્તારની લાઇટ જતી રહેતી હતી. પછી બંને અંધારાનો ફાયદો ઉઠાવીને રંગરેલીયા મનાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp