છોકરી સોળ વર્ષની ઊંમરે બિહારથી કીડનેપ થઇ હતી. આજે દિલ્હી પોલીસમાં છે ઓફિસર
બિહારના મુઝફ્ફરપુરથી 5 વર્ષ અગાઉ કિડનેપ થયેલી 16 વર્ષીય એક છોકરી આજે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ બની ગઇ છે. આ પાંચ વર્ષોમાં છોકરીના પરિવારજનો અને પોલીસને તેની બાબતે કોઇ જાણકારી નહોતી. તેને કોણે અને કેમ કિડનેપ કરી હતી અને તે પોલીસ કોન્સ્ટેબલ કઇ રીતે બની ગઇ? આ રોચક કહાની વાંચીને તમે પણ દાંતો નીચે આંગળીઓ દબાવતા જ રહી જશો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ આ 16 વર્ષીય છોકરીની કોન્સ્ટેબલ બનવાની રોચક કહાની.
તારીખ 12 જૂન 2018, મુઝફ્ફર જિલ્લાના બોચહાં પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોતાની દીકરી કિડનેપ થવાનો રિપોર્ટ લખાવવા આવે છે. છોકરીનો પિતા પોલીસને જણાવે છે કે તે માહપુર ગામનો રહેવાસી છે અને તેની 16 વર્ષીય દીકરીને બજારથી 3 લોકોએ કિડનેપ કરી લીધી છે. આરોપીઓના નામ મુન્ના, રાજેશ અને સૂરજ છે. આ બધા હથોડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાહબાજપુરના રહેવાસી છે. પિતાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધી લે છે અને તપાસ શરૂ કરે છે, પરંતુ પોલીસના હાથમાં કશું જ લાગતું નથી.
આ વાતના 5 વર્ષ વીતી ગયા. વર્ષ 2023 આવી ગયું છે. બોચહાં પોલીસ સ્ટેશનમાં અરવિંદ પ્રસાદ નામના નવા SHOની નિમણૂક થાય છે. અરવિંદે ડ્યૂટી જોઇન્ટ કરતા જ પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ કેસોને રિવ્યૂ કરવાની શરૂઆત કરી. ત્યારે 5 વર્ષ પહેલા કિડનેપ થયેલી આ છોકરીના કેસની ફાઇલ તેમના હાથમાં આવી જાય છે. તેમને ખબર પડે છે કે અત્યાર સુધી આ કેસમાં કોઇ ધરપકડ થઇ નથી અને છોકરીની જાણકારી પણ મળી શકી નથી.
SHO અરવિંદ પ્રસાર આ કેસના તપાસ અધિકારી રહેલા રમાશંકર સાથે વાત કરે છે અને ત્યારબાદ આ કેસની તપાસ ફરીથી શરૂ થાય છે. નવા SHOના નેતૃત્વમાં પોલીસ ટીમ ફરીથી છોકરીના ઘરે પહોંચી અને પરિવારજનો સાથે વાત કરી, તો તેમને છોકરી બાબતે કોઇ જાણકારી નહોતી. ત્યારબાદ પોલીસ પૂછપરછ માટે આરોપીઓના ઘરે પહોંચી. ત્યાંથી ખબર પડી કે 5 વર્ષ અગાઉ કિડનેપ થયેલી છોકરી કોઇ દૂરના સંબંધીના સંપર્કમાં છે. પછી પોલીસ તેની પાસે પહોંચી અને ત્યાંથી છોકરીનો ફોન નંબર મળ્યો.
પોલીસે એ નંબર પર ફોન કર્યો તો બીજી તરફથી છોકરીનો અવાજ આવ્યો. પોલીસે તાત્કાલિક તેને પોલીસ સ્ટેશન બોલાવી લીધી. 16 જાન્યુઆરી 2023ના રોજ છોકરી બિચહા પોલીસ સ્ટેશન પહોંચી. તે હવે 21 વર્ષની થઇ ચૂકી છે અને કુંવારી છે. તેણે પોલીસને જણાવ્યું કે 5 વર્ષ પહેલા તેનું કોઇએ કિડનેપ કરી લીધી હતી. તે આરોપીઓને પણ ઓળખતી નથી. ખૂબ ગરીબ પરિવારથી સંબંધ ધરાવે છે. તેનો પિતા મજૂર છે. પૈસાઓની તંગીના ચક્કરમાં પિતા તેના બાળ લગ્ન કરાવવાનો હતો, પરંતુ તે ભણવા માગતી હતી.
લગ્નની વાતથી ડરીને તે એક દિવસ ભાગી ગઇ અને કોઇને કહ્યા વિના દિલ્હી જતી રહી. દિલ્હીમાં તેણે જેમ તેમ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેણે ઘણી પ્રતિસ્પર્ધી પરિક્ષાઓમાં હિસ્સો લીધો અને દિલ્હી પોલીસની પરીક્ષામાં સિલેક્ટ થઇ ગઇ. હવે તે દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની ટ્રેનિંગ લઇ રહી છે. મુઝફ્ફરપુરમાં છોકરીએ તપાસ અધિકારી અને મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને પરત દિલ્હી જતી રહી. તેની આ કહાની સાંભળીને દરેક તેના સંઘર્ષના વખાણ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp