મ્હોં પર તિરંગો કેમ ચીતર્યો? આ ભારત નથી, પંજાબ છે, છોકરીને સુવર્ણમંદિરમાં જતા...

PC: twitter.com

પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરમાં દર વર્ષે દેશના ખૂણે ખૂણામાંથી લાખો લોકો પહોંચે છે, પરંતુ અહી એક છોકરીને એ કારણે પ્રવેશ ન કરવા દેવામાં આવી કેમ કે તેણે પોતાના ચહેરા પર ભારતીય ધ્વજ તિરંગાની પેઇન્ટિંગ કરાવી રાખી હતી. ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાર્ડ અને યુવતી બહેસ કરતા નજરે પડી રહ્યા છે. પંજાબથી દેશ વિરોધી ગતિવિધિઓના સમાચાર મોટા ભાગે આવતા રહે છે. પછી તે ખાલિસ્તાની મૂવમેન્ટની વાત હોય કે પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના ઇશારા પર ગુનાહિત ઘટનાઓ.

વારીસ પંજાબ દેનો પ્રમુખ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં હતો. પંજાબ પોલીસની આખી ફોજ લગાવી દીધા છતા અમૃતપાલ સિંહની અત્યાર સુધી ધરપકડ થઈ શકી નથી. હવે પંજાબથી ભારત વિરોધી વધુ એક ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પંજાબના અમૃતસર સ્થિત સિખોના પવિત્ર ધાર્મિક સ્થળ સુવર્ણ મંદિરમાં એક છોકરીને એ કારણે પ્રવેશ કરવા દેવામાં આવતી નથી કેમ કે તેણે પોતાન ચહેરા પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગાની પેઇન્ટિંગ કરાવી રાખી હતી.

વીડિયો વાયરલ થવા પર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિનું નિવેદન પણ સામે આવ્યું છે. વીડિયોમાં ગાર્ડ કહી રહ્યો છે કે આ ભારત નથી, પંજાબ છે. એટલું જ નહીં આ દરમિયાન ગાર્ડ યુવતી સાથે ગેરવર્તન પણ કરતો નજરે પડ્યો. કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ પોતાના ચહેરા પર તિરંગાની પેઇન્ટિંગ કરાવી રાખી હતી, આ કારણે તેને સુવર્ણ મંદિરમાં પ્રવેશ કરતા રોકી દેવામાં આવી. વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે છોકરી પોતાના હરિયાણવી સાથીને લઈને એક સિખ પાસે પહોંચે છે.

તે કહે છે કે આ જ વ્યક્તિએ ગોલ્ડન ટેમ્પલ દાખલ થતા રોકી. છોકરી સાથે વ્યક્તિ આવ્યો અને પૂછે છે કે ગુડિયાને જતા કેમ રોકી. સિખ જવાબ આપે છે તેણે પોતાના ચહેરા પર તિરંગો બનાવી રાખ્યો છે એટલે રોકી. છોકરીના સાથીએ પૂછ્યું શું આ ભારત નથી, તો સિખે જવાબ આપ્યો કે આ ભારત નથી, આ પંજાબ છે, ભારત નહીં. છોકરી સિખ સાથે વાત કરતી તેનો વીડિયો પણ બનાવી રહી હતી. વીડિયો બનાવવા પર તે પૂરી રીતે ગુસ્સામાં આવી ગયો. તેણે છોકરીનો મોબાઈલ લેવાનો પ્રયાસ કર્યો. વાત ઝપાઝપી સુધી આવી ગઈ.

વીડિયો વાયરલ થવા પર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. સમિતિના અધિકારી આ આખી ઘટના પર માફી માગી છે, પરંતુ દાવો કર્યો કે ચહેરા પર જે પેઇન્ટિંગ હતી તે ભારતીય ધ્વજની નહોતી કેમ કે તેમાં અશોક ચક્ર નહોતું. આ એક સિખ ધર્મસ્થળ છે. દરેક ધાર્મિક સ્થળની મર્યાદા હોય છે, અમે બધાનું સ્વાગત કરીએ છીએ. કોઈએ દુર્વ્યવહાર કર્યો છે તો માફી માગીએ છીએ. યુવતીના ચહેરા પર લાગેલો ઝંડો આપણો રાષ્ટ્રીય ધ્વજ નહોતો. કેમ કે તેમાં અશોક ચક્ર નહોતું. આ એક રાજનીતિક ઝંડો હોય શકતો હતો. બીજી તરફ વાયરલ વીડિયોના સંદર્ભે પંજાબની દેશ વિરોધી ગતિવિધિઓના કારણે તેને ઘેરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp