26th January selfie contest

બાઇક પર આગળ ગળામાં હાથ નાખીને બેઠેલી ગર્લફ્રેન્ડ, પછી પોલીસે જુઓ શું કર્યું

PC: johar36garh.com

છત્તીસગઢના બિલાસપુરમાં પોતાના ખોળામાં છોકરીને બેસાડીને સ્કૂટી ચલાવવાવાળા યુવકને પોતાના પ્રેમ પ્રકરણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો મોંઘો પડી ગયો. વીડિયોની નોંધ લેતા બિલાસપુર પોલીસે યુવકને શોધીને તેને પોલીસ સ્ટેશન બોલાવી અને પછી તેની પાસે માફી મંગાવી. આ સાથે યુવકે સોશિયલ મીડિયા પર પણ મેસેજ આપ્યો હતો કે, તે આવી ભૂલ ફરીથી નહીં કરે. આ બધું કર્યું હોવા છતાં પણ, મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી વખતે, ટ્રાફિક પોલીસે આ આશિકી મિજાજના પ્રેમી સામે કાર્યવાહી કરતાં ₹8800નું ચલણ તેને પકડાવ્યું હતું.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના બુધવારે રાત્રે લગભગ 2 વાગ્યે બની હતી, એક સ્કૂટી (CG 28 K 4059) પર એક યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને બિન્દાસ્ત જઈ રહ્યો હતો. બંને સિવિલ લાઇન વિસ્તારના રઘુરાજ સ્ટેડિયમ પાછળના ઈમલીપરા રોડ થઈને જૂના બસ સ્ટેન્ડથી લઈને શિવ ટોકીઝની સામેથી ટીકરાપારા યાદવ વિસ્તારની આસપાસ ફરતા રહ્યા હતા.

આ સમગ્ર મામલે નોંધનીય બાબત એ છે કે, શહેરમાં દારૂ પીધેલા વાહન ચાલકોને પકડવાનો દાવો કરતી પોલીસે આ પ્રેમી યુગલોને પકડવાની હિંમત દાખવી નથી કે, તેમની શંકાસ્પદ ગતિવિધિઓને નજરઅંદાજ કરવામાં આવી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મોડી રાત પછી પોલીસ ચોક-ચારસ્તા અને પેટ્રોલિંગ પોઈન્ટ પરથી ગાયબ રહી, જેના કારણે આ યુવક-યુવતીને તેઓ જોઈ શક્યા નહીં.

ટ્રાફિક DSP સંજય કુમાર સાહુએ જણાવ્યું કે, ગુરુવારે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો મળ્યો હતો, જેમાં એક યુવક અને યુવતી સિવીલ લાઇન વિસ્તારના ઈમલીપારા રોડ પર સ્કૂટી પર બેસીને રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તરત જ પોલીસે વાહન નંબર દ્વારા યુવકને ટ્રેસ કર્યો હતો. પહેલા વાહન માલિકની માહિતી એકત્ર કરવામાં આવી અને તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે તેનો મિત્ર ગાડી ચલાવી રહ્યો હતો.

સ્કૂટી માલિકની પૂછપરછ કર્યા બાદ તેના મિત્રને બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હર્ષ તિવારી, પિતા રાજેશ તિવારી (19) કવર્ધાનો રહેવાસી છે અને ટિકરાપારામાં ભાડાના મકાનમાં રહે છે. તે કોલેજનો વિદ્યાર્થી છે. પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું કે, તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

આ સમગ્ર મામલામાં સ્કૂટી પર આગળ બેસીને મુસાફરી કરતી યુવતી તેના પ્રેમીને ગળે લગાડીને અશ્લીલતા ફેલાવતી હતી તે અંગે પોલીસે કોઈ માહિતી મેળવી નથી. પોલીસે તે યુવતી પ્રત્યે સોફ્ટ કોર્નર દર્શાવ્યું છે.

આ સમગ્ર મામલામાં યુવક સાથે રોમાન્સ કરનાર યુવતી સામે કાર્યવાહી તો દૂર, તેને પોલીસ સ્ટેશને પણ બોલાવવામાં આવી ન હતી. જે અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવું કૃત્ય કરનાર યુવતીના માતા-પિતાને બોલાવીને ચેતવણી આપવામાં આવે કે, તેઓ ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp