બંગાળ અને આસામની છોકરીઓ ચલાવતી સેક્સ રેકેટ, પોલીસ ગ્રાહક બનીને ગઈ અને...

PC: twitter.com

મધ્ય પ્રદેશના સાગરમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો મોટો ખુલાસો થયો છે. જ્યાં બંગાળ અને અસમની છોકરીઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો. છાપામારી પછી સ્પા સેન્ટર સંચાલક અને મેનેજર સિવાય અહીંથી 5 છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંચાલક રીવાનો રહેનારો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી રીતા સિંહે કહ્યું કે સાગરના મકરોનિયા ક્ષેત્રમાં ક્રિસ્ટલ સ્પા સેન્ટર પર શુક્રવારે છાપો માર્યો હતો. તેમણે ફરિયાદ ઘણા સમયથી મળી રહી હતી કે સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં મારવામાં આવેલી છાપામારીમાં 5 યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટના કહેવા પ્રમાણે, ફરિયાદ મળવા પર એક પોલીસકર્મીને ત્યાં કસ્ટમર બનાવીને મોકલ્યો હતો. તેણે પહેલા મસાજની વાત કરી હતી પરંતુ પછીથી છોકરી ઉપલબ્ધ કરાવવાની વાત પણ કરી હતી.

સંચાલક આ વાતને લઈને રાજી થઈ ગયો. દેહ વ્યાપારની પુષ્ટિ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે ત્યાં પહોંચી ગઈ. ધરપકડ થયેલા સ્પા સેન્ટર સંચાલક રીવાને ચુરહટનો રહેનારો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. તે થોડા મહિના પહેલા જ સાગર આવ્યો છે. અહીં ભાડાનું મકાન લઈને સ્પા સેન્ટર શરૂ કર્યું હતું. થોડા દિવસોમાં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચલાવવા લાગ્યો હતો. સ્પા સેન્ટરમાં મળેલી યુવતીઓ બંગાળ અને અસમની છે. 5 છોકરીઓમાં એક નાબાલિક છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે 4 મહિના પહેલા જ સાગર આવી હતી. અહીં સ્પા સેન્ટરમાં જોબ કરે છે.

બદલામાં તેને 15000 રૂપિયા મળતા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છોકરીઓએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે 1500 રૂપિયા સિવાય એક્સ્ટ્રા 1000 રૂપિયા કસ્ટમર તેમને આપતા હતા. આખી રાત માટે આ કિંમત 5000 રૂપિયા સુધી પહોંચી જતી હતી. સ્પા સેન્ટરના સંચાલકે 30 હજાર રૂપિયામાં ભાડા પર મકાન લઈ રાખ્યું હતું. મકાનના 4 રૂમમાં સ્પા સેન્ટર ચાલતું હતું. જ્યારે 3 રૂમમાં 5 યુવતીઓ અને પોતે સંચાલક તથા મેનેજર રહેતા હતા. સ્પા સેન્ટરમાં આવનારા કસ્ટમર્સને અહીં છોકરીઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. તેમને સુરક્ષાની પણ ગેરંટી આપવામાં આવતી હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp