કહાની પૂરી ફિલ્મી હૈ, સેક્સ રેકેટમાં ફસાયેલી યુવતીને મળ્યો પ્રેમી અને પછી...

PC: zeenews.india.com

સ્ટોરી ફિલ્મી લાગે છે પણ આ હકીકત છે. દલાલોના માધ્યમથી એક હોટેલમાં છોકરીને મળવા દરમિયાન યુવકને પ્રેમ થઈ ગયો. લગ્ન કરવા માટે બંને ભાગ્યા તો સેક્સ રેકેટ ચલાવનારાઓએ છોકરીને ફરી પકડી લીધી. યુવકે હાર ના માની અને પોતાના સાથી દ્વારા છોકરીને રેકેટ ચલાવનારાઓ પાસેથી ફરી હોટેલમાં બોલાવી લીધી. અહીંથી તેઓ ફરી ભાગ્યા. મંદિરમાં લગ્ન કરી લીધા. સુરક્ષા માંગવા કોર્ટ પહોંચ્યા તો ઇન્ટરનેશનલ સેક્સ રેકેટનો ખુલાસો થઈ ગયો. મામલામાં બે આરોપીઓ લતા અને અજગર શેખની ધરપકડ કરવામાં આવી.

જાણકારી મળી કે, આ યુવતી સહિત 18 છોકરીઓને નોકરીના નામ પર બાંગ્લાદેશથી દિલ્હી લાવવામાં આવી. બાદમાં તેમને આ ગંદા ધંધામાં ઉતારી દેવામાં આવી. નકલી આધાર કાર્ડ અને અન્ય પ્રમાણ પત્ર બનાવી દીધા. કોર્ટના નિર્દેશ પર પોલીસે કેસ દાખલ કરી દિલ્હીથી કેટલાક લોકોની ધરપકડ કરી તો જાણકારી મળી કે છોકરીઓને દિલ્હીના આલી ગામમાં રાખવામાં આવી હતી. અહીંથી તેમના અશ્લીલ ફોટો ગ્રાહકોને મોકલવામાં આવતા હતા. ડિમાન્ડના આધાર પર આ છોકરીઓને ફરીદાબાદ, પલવલ તેમજ અન્ય શહેરોની હોટેલોમાં મોકલવામાં આવતી હતી.

પલવલના એસપી લોકેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલામાં અન્ય જે પણ સામેલ હશે, તેની ધરપકડ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશ નિવાસી 20 વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે 28 જાન્યુઆરીએ બાંગ્લાદેશથી દિલ્હી આવી હતી. તેની પડોશમાં રહેતી નરગિસે નોકરી અપાવવાની વાત કરી તેને દિલ્હી મોકલી હતી. નરગિસની મમ્મી અમ્મો અને રાજૂની સાથે તે બસમાં નીકળી. ત્યારબાદ ટેમ્પામાં નદી સુધી આવી.

ત્યાંથી બોર્ડર ક્રોસ કરાવીને એક રૂમમાં લાવવામાં આવ્યા. રૂમમાં પહેલાથી જ કેટલીક છોકરીઓ હતી. તમામને એક હોટેલમાં લાવવામાં આવ્યા અને ત્યાં તમામના નકલી ડોક્યૂમેન્ટ્સ બનાવીને કી-પેડ ફોન આપવામાં આવ્યા. બીજા દિવસે જુગ્ગા દાદા નામની વ્યક્તિએ કોલકાતાથી દિલ્હી માટે ટિકિટ આપી અને ટ્રેનમાં બેસાડીને ચાલ્યો ગયો. દિલ્હી રેલવે સ્ટેશન પર લતા શેખ અને તેનો પતિ અજગર શેખ મળ્યા. દિલ્હી સ્ટેશનથી આલીગાંવ લઈ ગયા અને એક બહુમાળી ઈમારતમાં રાખવામાં આવ્યા.

લતા શેખને નોકરી અંગે પૂછવામાં આવ્યું તો તેણે ખોટું કામ કરવાનું દબાણ બનાવ્યું. તેણે કહ્યું કે, તમને અહીં લાવવામાં એક લાખ 21 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. છોકરીએ વિરોધ કર્યો પરંતુ, આરોપીઓએ તેની એક ના સાંભળી અને તેને દેહ વ્યાપારમાં ઉતારી દીધી. આરોપીઓએ તેના અશ્લીલ ફોટા લઈ લીધા, જે ફોટા ગ્રાહકોની પાસે મોકલવામાં આવતા. પસંદ આવવા પર તેને હોટેલ મોકલવામાં આવતી. આરોપી લાંબા સમયથી આવુ કરી રહ્યા હતા.

પીડિતાએ જણાવ્યું કે, આ લોકો દલાલોની દેખરેખમાં દેહ વ્યાપાર કરાવતા રહ્યા. છોકરીઓને અન્ની અને રોકી નામની વ્યક્તિની દેખરેખમાં પલવલ અને ફરીદાબાદની હોટેલોમાં મોકલવામાં આવતી હતી. ફરીદાબાદના બલ્લભગઢ સ્થિત એક હોટેલમાં છોકરીની મુલાકાત દિનેશ નામના યુવક સાથે થઈ. દિનેશે છોકરીને આ ધંધામાંથી બહાર નીકળવા અને લગ્ન કરવાની વાત કહી. તે દિનેશની સાથે હોટેલમાંથી નીકળી ગઈ પરંતુ બાદમાં અન્ની અને રોકી તેને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા. દિનેશને જાનથી મારવાની ધમકી આપીને.

ત્યારબાદ દિનેશે પોતાના એક સાથીની મદદથી તેને બલ્લભગઢ બોલાવી. ત્યાંથી તકનો લાભ લઈ તે તેને પલવલ લઈ ગયો. પલવલના એક મંદિરમાં તેની સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ પલવલ કોર્ટમાં લગ્ન અને સુરક્ષા મેળવવા માટે પહોંચ્યા તો સમગ્ર મામલો સામે આવ્યો. કોર્ટે પોલીસને આ મામલામાં કાર્યવાહીના આદેશ આપ્યા. પોલીસે છોકરીની ફરિયાદ પર કેસ દાખલ કરી તપાસ શરૂ કરી. છોકરા અને છોકરીને પોલીસ સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. પોલીસનું કહેવુ છે કે, આ મામલામાં કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને અન્ય લોકોની પણ જલ્દી ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp