26th January selfie contest

ગુસ્સામાં ઘર છોડનાર યુવતીઓને બનાવતા હતા શિકાર, દંપતિની ભયાનક સ્ટોરી

PC: aajtak.in

UPના કાનપુરમાં પોલીસે છોકરીઓની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ તે સગીર છોકરીઓને શિકાર બનાવતી હતી જે ગુસ્સામાં આવીને ઘર છોડીને જતી રહેતી હતી. આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગની મહિલાઓ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ઘર છોડીને ભાગી ગયેલી યુવતીઓને મદદ કરવાના બહાને ફસાવતી હતી. ત્યારબાદ તેઓને વેચી દેવામાં આવતી હતી.

ગત દિવસોમાં કાનપુરના રાયપુરવામાં રહેતી એક 14 વર્ષની છોકરી ઘરેથી ગુસ્સામાં ચાલી ગઈ હતી. તેના ગુમ થયાની ફરિયાદ રાયપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. યુવતીની શોધ માટે પોલીસ અધિકારીએ એક ટીમ બનાવી હતી. આ ટીમ સ્ટેશન અને રોડવેઝ બસ સ્ટોપ પર માહિતી એકત્ર કરી રહી હતી. આ દરમિયાન પોલીસને રાજુ ઉર્ફે ઈકબાલ તેની પત્ની પૂજા ઉર્ફે ચાંદનીની ગેંગ વિશે જાણ થઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા ગેંગના 6 લોકોની ધરપકડ કરી હતી.

આ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકોએ તે છોકરીને અનવરગંજ સ્ટેશન પર પોતાની ચુંગલમાં ફસાવી દીધી હતી. ગેંગની સદસ્ય પૂજા ઉર્ફે ચાંદનીએ છોકરીને પહેલા ચા-નાસ્તો આપીને તેની પીડા વિશે પૂછ્યું અને પછી તેને બહાનું બનાવીને પોતાની ચુંગલમાં ફસાવી. ત્યારબાદ તેને બદાયૂંમાં રૂ.50,000માં વેચી દેવામાં આવી હતી.

રવિન્દ્ર કુમાર એડીસીપી સેન્ટ્રલના જણાવ્યા અનુસાર, આ ગેંગ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પરિવાર સાથે ફરતી હતી. આ દરમિયાન તે છોકરીઓને શિકાર બનાવતી હતી અને પછી લગ્ન કરવા માંગતા લોકોને વેચી દેવામાં આવતી હતી. પોલીસનો દાવો છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં 6 છોકરીઓને આ રીતે વેચ્યાની કબૂલાત કરી છે.

પોલીસનું કહેવું છે કે ચાંદની અને ઈકબાલ મુસ્લિમ છે, પરંતુ જ્યારે તેઓ બાળકોને મળતા ત્યારે તેઓ તેમના નામ રાજુ અને પૂજા હિન્દુ તરીકે જણાવતા હતા. આ લોકો બાળકોને ફસાવીને તેમના ઘરે લઈ જતા હતા. ત્યારબાદ તેની ગેંગના બાકીના સભ્યો તેમને વેચવાનું ટાર્ગેટ સેટ કરતા હતા.

પોલીસનો દાવો છે કે આ ગેંગના અન્ય સભ્યો પણ ઝડપાશે. એ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે જેમણે આવી છોકરીઓને ખરીદીને લગ્નનું નાટક રચ્યું છે. આવા ખુલાસામાંથી તે છોકરીઓએ બોધપાઠ લેવાની જરૂર છે, જે ઘર છોડીને જતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp