ગીતા પ્રેસે જણાવ્યું કેમ નહીં લે ગાંધી શાંતિ પુરસ્કારની રકમ

PC: jagran.com

ઉત્તર પ્રદેશની ગીતા પ્રેસ ગોરખનાથ વર્ષ 2021ના ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે તેની જાહેરાત કરી છે. પ્રેસના ટ્રસ્ટી અને મેનેજરે આ પુરસ્કાર માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે, પરંતુ ગીતા પ્રેસના બોર્ડે નક્કી કર્યું છે કે તેઓ પુરસ્કારની ધનરાશિ સ્વીકાર નહીં કરે. ગીતા પ્રેસ ગોરખપુરને સતત ઓછા મૂલ્યમાં ધાર્મિક પુસ્તકોના પ્રકાશન માટે ઓળખવામાં આવે છે. એવું છેલ્લા 100 વર્ષથી થતું આવી રહ્યું છે. પોતાની પરંપરા મુજબ કોઈ પણ સન્માનને સ્વીકાર કરતી નથી.

ગીતા પ્રેસ ગોરખપુરની બોર્ડ મીટિંગમાં નક્કી થયું છે કે આ વખત પરંપરા તોડતા સન્માન સ્વીકારવામાં આવશે, પરંતુ પુરસ્કાર સાથે મળતી રકમ નહીં લે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બોર્ડની બેઠકમાં નક્કી થયું છે કે પુરસ્કાર સાથે મળતી એક કરોડ રૂપિયાની ધનરાશિ ગીતા પ્રેસ નહીં સ્વીકારે. ઉલ્લેખનીય છે કે, ગાંધી શાંતિ પુરસ્કારના રૂપમાં એક પ્રશસ્તિ પત્ર, એક પટ્ટિકા અને એક ઉત્કૃષ્ટ પારંપારિક હસ્તકળા, હાથકરઘાની કલાકૃતિ સાથે એક કરોડ રૂપિયાની ધનરાશિ આપવામાં આવશે. હાથકરઘાની કલાકૃતિ સ્વીકાર કરવામાં આવશે.

બોર્ડનું માનવું છે કે, તેનાથી ભારત સરકારનું સન્માન પણ રહી જશે અને ગીતા પ્રેસનું પણ સન્માન રહી જશે. ગીતા પ્રેસ આ વર્ષ પોતાના શતાબ્દી વર્ષના રૂપમાં મનાવી રહી છે. એવી જાણકારી મળી રહી છે કે શતાબ્દી વર્ષ પર આ અમૂલ્ય ધરોહરના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રિત કરવામાં આવ્યા છે, પ્રધાનમંત્રી કાર્યાલયે કાર્યક્રમના નિમંત્રણને સ્વીકારી લીધું છે. જો કે, અત્યાર સુધી કોઈ નિશ્ચિત તારીખ મળી નથી, જેની ગીતા પ્રેસ પરિવાર રાહ જોઈ રહ્યો છે.

ગાંધી શાંતિ પુરસ્કાર 2021 માટે ગીતા પ્રેસને પસંદ કરવા પર ગીતા પ્રેસના સંચાલક લાલ મણી તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંસ્કૃતિ મંત્રાલય અને ભારત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ગીતા પ્રેસના શતાબ્દી વર્ષ પર આ સન્માનને મળવો અમને અભિભૂત કરી રહ્યું છે. અમે સતત એવા જ કામ કરતા રહીશું. ગીતા પ્રેસની શરૂઆત વર્ષ 1923માં શરૂ થઈ અને આ દુનિયાના સૌથી મોટા પ્રકાશકોમાંથી એક છે, જેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કરી છે, જેમાં શ્રીમદ ભગવદગીતાની 16.21 કરોડ કોપી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp