જ્ઞાનવાપી: ઔરંગઝેબ ધાર્મિક હતો, તે મંદિર તોડીને મસ્જિદ ન બનાવી શકે: મુખ્ય ઇમામ

જ્ઞાનવાપી પરિસરમાં Archaeological Survey of India (ASI)એ ત્રીજા દિવસની તપાસ પુરી કરી લીધી છે. શનિવારે લગાતાર બીજા દિવસે ASIની ટીમે જ્ઞાનવાપી મસ્જિદના સેન્ટ્રલ હોલની તપાસ કરી જેથી એ વાતની જાણકારી મળી શકે કે 17મી શતાબ્દિની મસ્જિદનું નિર્માણ એક હિંદુ મંદિરના પહેલાથી મૌજુદ સંરચના પર કરવામાં આવ્યું છે કે નહીં. સર્વે દરમિયાન મુસ્લિમ પક્ષના 5 સભ્યો હાજર રહ્યા હતા. રવિવારે ત્રીજા દિવસે ASIની ટીમ જ્ઞાનવાપી પરિસર પહોંચી હતી. જ્ઞાનવાપી મસ્જિદના જનરલ સેક્રેટરી અને મુખ્ય ઇમામ મુફ્તી અબ્દુલ બાતિન નોમાનીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

જ્ઞાનવાપી મસ્જિદના મુખ્ય ઇમામ નોમાનીએ કહ્યું કે શનિવારે સર્વેનો બીજો દિવસ હતો અને અમે લોકોએ ASIની ટીમને પુરો સહયોગ આપ્યો છે. તંત્રએ અમારી જે કમટિના નામો સુચવ્યા હતા એ લોકો તપાસમાં સહયોગ કરી રહ્યા છે અને દિવસભર  ASIની ટીમ સાથે રહ્યા હતા.

કોર્ટ તરફથી ASIને સુચના આપવામાં આવેલી છે કે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન કોઇ પણ વસ્તુને અડકવાનું નથી, કોઇ તોડફોડ કરવાની નથી.ASIની ટીમ કોઇ પણ વસ્તુને અડક્યા વગર વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહી છે. આજે મંસ્જિદના અંદરના હિસ્સામાં સર્વે કરવામાં આવ્યો હતો, ASIની ટીમે જે માપ લેવાનું હતું, જે ફોટો-વીડિયો લેવાના હતા તે લીધા હતા. જ્યાં સુધી મુસ્લિમ પક્ષના વિરોધની વાત છે ત્યાં સુધી અમારો વિરોધ સર્વે વિશે નહોતો, પરંતુ સર્વે માટે જે રીત અપનાવાઇ રહી હતી તેનો વિરોધ હતો. અમારી વાત માનીને હવે સિસ્ટમ મુજબ કામ થઇ રહ્યું છે તો અમે પુરો સહયોગ આપી રહ્યા છે.

ઇમામને સવાલ પુછવામાં આવ્યો કે,  શું મંદિર તોડીને મસ્જિદ નહોતી બનાવવામાં આવી? તમારું શું માનવું છે? ઇમામે કહ્યુ કે આવું શક્ય જ નથી. ઈસ્લામમાં આવો કોઈ નિયમ નથી. આ ઔરંગઝેબે બનાવેલી મસ્જિદ છે. ખાસ કરીને ઔરંગઝેબ પાસેથી આ રીતની કોઇ અપેક્ષા રાખી શકાય નહીં. ઔરંગઝેબનો કેસ ઘણો અલગ હતો. તે ખૂબ ધાર્મિક હતો. તેથી તેમની પાસેથી મંદિર તોડીને મસ્જિદ બનાવવાની અપેક્ષા રાખી શકાય નહીં. જો કે, તેઓએ મસ્જિદોની સાથે મઠોને જમીન આપી છે. મંદિરોને જમીન આપવામાં આવી છે. આજે પણ તમે બનારસના મોટા મઠોમાં ઔરંગઝેબનો ફરમના જોઇ શકો છો.

ઇમામે કહ્યુ કે, મસ્જિદ હતી, મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે. આ કાયદો ઇસ્લામ ધર્મમાં બનેલો છે. જો કોઈ અજાણ્યા વ્યક્તિના ઘર પર ગેરકાયદેસર કબજો કરીને મસ્જિદ બનાવવામાં આવે તો તેને અમે મસ્જિદ માનતા નથી અને તેમાં નમાઝ પઢવી તે યોગ્ય માનવામાં આવતું નથી. ત્યાં મંદિર હોવાનો, સ્ટ્રક્ચરને તોડીને મસ્જિદ બનાવવાનો પ્રશ્ન જ નથી. જો તેઓને શંકા હોય. જો તેઓ દાવો કરે છે, તો તેઓએ તેમના સંતોષ માટે ASIના સર્વેની વાત કરી છે. કોર્ટે તેમની વાત માની છે, અમારા હિસાબે તો મસ્જિદ જ છે.  ASIના રિપોર્ટમાં શું સામે આવે છે તેની રાહ જોઇશું.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.