DIGએ નાઈટ ક્લબમાં કરી છેડતી, મહિલાએ તમાચો મારી દીધો

PC: enavabharat.com

ગોવાના DIG ડોક્ટર A કોઆને એક પબમાં એક મહિલા સાથે દુષ્કર્મ કર્યું. આ સંબંધમાં તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ DIG ડોક્ટર A કોઆનને તેમના પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. આ આદેશ ગોવાના અન્ડર સેક્રેટરી પર્સનલ 2 દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશમાં લખવામાં આવ્યું છે કે 'ડૉક્ટર A કોઆનને DIG રેન્જના પદ પરથી હટાવવામાં આવ્યા છે. તેઓ તાત્કાલિક DGPને રિપોર્ટ કરે.'

ઘટના ગોવાના બાગા-કેલેંગુટ બીચ પર સ્થિત નાઈટ ક્લબની છે. DIG IPS ઓફિસર ડોક્ટર A કોઆન સોમવારે મોડી રાત્રે અહીં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, તેણે કથિત રીતે દારૂ પીધો હતો. આ દરમિયાન તેની એક મહિલા સાથે બોલાચાલી થઈ હતી. મહિલાએ DIGને થપ્પડ મારી દીધી. ત્યાર પછી ક્લબમાં હોબાળો મચી ગયો હતો. IPS અધિકારી મેડિકલ લીવ પર હોવાનું પણ જાણવા મળે છે. સવાલ એ પણ ઉભો થાય છે કે, તો એ ત્યારે ક્લબમાં શું કરતો હતો?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ક્લબ ગોવાના એક મોટા રાજનેતાની નજીકના મિત્રની છે. તેથી તેની માહિતી ગોવાના CM પ્રમોદ સાવંત સુધી પહોંચી ગઈ હતી. હાલમાં ગોવામાં વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.

ગોવાના CM પ્રમોદ સાવંતે બુધવારે ગૃહને એક વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ વિધાનસભામાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો અને અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. સરદેસાઈએ સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. CM સાવંતે કહ્યું, 'અમે આવી ઘટનાઓને સહન નહીં કરીએ.' સૂત્રોએ જણાવ્યું કે, અધિકારી સાથે દુર્વ્યવહાર કર્યા બાદ મહિલાએ તેના મિત્રો સાથે મળીને અધિકારીની સાથે કથિત રીતે મારપીટ પણ કરી હતી. એવા પણ સમાચાર છે કે, DIG કોઆનનો મહિલાઓ સાથે 'દુષ્કર્મ' કરવાનો જૂનો રેકોર્ડ છે.

ગોવા પોલીસ વિભાગે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે. ગોવા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં તે મહિલા સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, DIG IPS ઓફિસર ડોક્ટર A કોઆને દિલ્હી પોલીસમાં DCPનું પદ પણ સંભાળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp