ડીલિવરી બૉયે 2.5 લાખનું દેવુ કરી પત્નીને ભણાવી નર્સ બનાવી, નોકરી મળતા જ....
ઝારખંડના ગોડ્ડાથી પણ ઉત્તર પ્રદેશનો ચર્ચિત જ્યોતિ મોર્ય પ્રકરણથી મળી આવતો કેસ સામે આવ્યો છે. ડિલીવરી બૉય ટિંકૂ યાદવે 2.5 લાખ રૂપિયાનું દેવુ કરી પોતાની પત્નીને નર્સિંગ કોર્સ કરાવ્યો. પણ પત્નીએ દગો આપીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. આ કેસમાં પતિ ટિંકૂ યાદવે પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમી સામે કેસ દાખલ કરાવ્યો છે.
ગોડ્ડા વિસ્તારના કઠૌન ગામ નિવાસી ટિંકૂ યાદવે જણાવ્યું કે, તેના લગ્ન શહેરના જ બઢૌના મહોલ્લામાં રહેનારી પ્રિયા કુમારી સાથે થયા હતા. લગ્ન પછી પત્નીએ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ કારણે ટિંકૂએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં એ વિચારી પત્નીને ભણાવી કે આગળ ભવિષ્યમાં સ્થિતિ સુધરશે. જણાવીએ કે 2020માં ટિંકૂ અને પ્રિયાના લગ્ન થયા હતા.
તેણે પત્નીનું એડમિશન નર્સિંગ સ્કૂલમાં કરાવી દીધું. 2.5 લાખ રૂપિયા ઉધાર લઇ તેણે અભ્યાસ કરાવ્યો. લગ્નના અઢી વર્ષ પછી અભ્યાસ દરમિયાન જ ટિંકૂની પત્ની પાડોશી દિલખુશ કરાઉતના પ્રેમમાં પડી. ત્યાર પછી કોર્સ પૂરો થતા જ ટિંકૂની પત્ની તેને છોડીને પ્રેમી સાથે ભાગી ગઇ. આ વિશે જ્યારે ટિંકૂને જાણકારી મળી ત્યાં સુધીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.
ટિંકૂ યાદવે કહ્યું કે, તેણે દેવુ કરી પત્નીને ANMની ડિગ્રી અપાવવા માટે નર્સિંગ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું. રોજ મહેનત કરી તેની કોલેજની ફી પણ ભરી.
પત્ની પ્રિયા કુમારી 17 સપ્ટેમ્બરના રોજ કોલેજ છુટ્યા પછી પ્રેમી સાથે ભાગી દિલ્હી જતી રહી અને ત્યાં કોર્ટ મેરેજ કરી લીધા. તેની લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી. ટિંકૂને જ્યારે આ વિશે જાણ થઇ તો તે તૂટી ગયો. 24 સપ્ટેમ્બરે તેને આ વિશે જાણ થઇ. આ બધાની વચ્ચે ટિંકૂએ પોલીસની પાસે પહોંચી ન્યાય આપવાની માગ કરી છે. સાથે જ પીડિત પતિએ દગો આપનારી પત્ની પાસેથી તેના અભ્યાસમાં કરેલા ખર્ચ કરેલા લાખો રૂપિયા પાછા આપવાની માગ કરી છે.
પત્નીના દગાથી નિરાશ ટિંકૂએ પોલીસ સ્ટેશન પહોંચી તેની પત્ની અને પ્રેમી સામે કેસ દાખલ કરાવ્યો છે. આ ખબર ફેલાતા જ બંને પરિવારો વચ્ચે તણાવ વધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp