ઉદ્ધવ ઠાકરેનો દાવો- ‘રામ મંદિરના ઉદ્વાટન બાદ બની શકે છે ગોધરા જેવી ઘટના’

શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્વઘાટન માટે સરકાર બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે, પરંતુ જ્યારે આ લોકો પાછા ફરશે તો ગોધરા જેવી ઘટના થઈ શકે છે. લગભગ 400 કિલોમીટર દૂર જલગાંવમાં ઠાકરેએ કહ્યું કે, એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્વઘાટન માટે બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે અને તેમની વાપસી યાત્રા પર ગોધરા જેવી ઘટના થઈ શકે છે.

રામ મંદિરનું ઉદ્વઘાટન લોકસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ જાન્યુઆરી 2024માં થવાની સંભાવના છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ-RSSની નિંદા કરતા કહ્યું કે, તેમની પાસે એવા પ્રતિક નથી, જેમને લોકો પોતાના આદર્શ માને. તેની જગ્યાએ સરદાર પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા દિગ્ગજોને અપનાવી રહ્યા છે. તેઓ (ભાજપ, RSS) તેમના પિતા બાળાસાહેબ ઠાકરેના વારસા પર દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપ અને RSSની પોતાની કોઈ ઉપલબ્ધિઓ નથી. સરદાર પટેલની પ્રતિમા (ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી 182 મીટર ઊંચી છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે)નો આકાર મહત્ત્વ ધરાવતો નથી, પરંતુ તેમની ઉપલબ્ધિઓ મહત્ત્વ ધરાવે છે. આ લોકો સરદાર પટેલની મહાનતા હાંસલ કરવા નજીક પણ નથી. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં સવાર થઈને અયોધ્યાથી ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના કોચોમાં આગ લગાવી દેવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થઈ ગયા હતા.

આ ઘટના બાદ આખા દેશમાં મોટા પ્રમાણમાં દંગા ભડકી ઉઠ્યા હતા. તો હવે એવી જ આશંકા વ્યક્ત કરતા ઉઠાવ ઠાકરેએ કહ્યું કે, એવી આશંકા છે કે સરકાર રામ મંદિરના ઉદ્વઘાટન માટે બસો અને ટ્રકોમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે અને તેમની વાપસી યાત્રા પર ગોધરા જેવી ઘટના થઈ શકે છે. ભાજપ મોટા ભાગે ઉદ્ધવ ઠાકરે પર વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ અને NCP સાથે હાથ મળાવીને મુખ્યમંત્રી બનવા માટે બાળાસાહેબ ઠાકરેના આદર્શોને ત્યાગ કરવાનો આરોપ લગાવતી રહી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.