પૂર્ણાનંદ સ્વામી પર સગીર સાથે 2 વર્ષ સુધી દુષ્કર્મનો આરોપ, POCSO હેઠળ કેસ દાખલ
આંધ્ર પ્રદેશ પોલીસે વિશાખાપટ્ટનમમાં કોથા વેંકોજિપલેમમાં જ્ઞાનાનંદ આશ્રમના પૂર્ણાનંદ સ્વામી પર POCSO એક્ટ હેઠળ મામલો દાખલ કરી તેની ધરપકડ કરી છે. તેના પર એક સગીર છોકરીએ આશ્રમમાં કામ કરવા દરમિયાન છેલ્લાં બે વર્ષો સુધી તેની સાથે બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. છોકરીની ફરિયાદ પર તેની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી (15) રાજ મહેંદ્રવરમની રહેવાસી છે અને જ્યારે તે બાળકી હતી ત્યારે તેના માતા-પિતાનું મોત થઈ ગયુ હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનાથ થયા બાદ છોકરી થોડાં સમય સુધી પોતાના સંબંધીની સાથે રહી પરંતુ, પછી તેને જ્ઞાનાનંદ આશ્રમમાં મોકલી આપવામાં આવી હતી. ત્યાં છોકરીને ગાયોની દેખરેખનું કામ આપવામાં આવ્યું હતું. પીડિત સગીરનો આરોપ છે કે, પૂર્ણાનંદ સ્વામી એક રાત્રે તેને પોતાના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ સ્વામીએ તેને સાંકળથી બાંધી અને તેની ઇચ્છાઓ પૂરી કરવા માટે કહ્યું. તેના પર જ્યારે છોકરીએ ઇન્કાર કર્યો તો સ્વામીએ તેની સાથે જબરજસ્તી કરી.
પીડિત સગીર છોકરીએ જણાવ્યુ કે, સ્વામીએ તેને માર માર્યો હતો અને આ દરમિયાન તેને માત્ર 2 ચમચી ચોખામાં પાણી મિક્સ કરીને ખાવા માટે આપવામાં આવતા હતા. 15 દિવસોમાં માત્ર એકવાર ન્હાવા દેવામાં આવતી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, તેને વોશરૂમ જવા દેવામાં આવતી નહોતી અને ડોલમાં જ પેશાબ કરવા માટે મજબૂર કરવામાં આવી.
સગીરે પોતાની ફરિયાદમાં કહ્યું છે, તેને બે વર્ષ સુધી આ જ રીતે પ્રતાડિત કરવામાં આવી. દરમિયાન, પીડિત સગીર, આશ્રમમાંથી કોઈકરીતે ભાગવામાં સફળ રહી અને તે તિરૂમાલા એક્સપ્રેસમાં બેસી ગઈ. ત્યાં તેણે એક મહિલા યાત્રિને આપવીતી સંભળાવી. આ મહિલાએ બે દિવસ પહેલા કૃષ્ણા જિલ્લાના કાંકીપાડૂમાં એક છાત્રાવાસમાં છોકરીને દાખલ કરાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ, છાત્રાવાસે પોલીસ સ્ટેશનના પત્ર વિના છોકરીને લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
ત્યારબાદ સગીર છોકરી અને મહિલાએ કાંકીપાડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી, જ્યાંથી તેને બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ તેને વિજયવાડાના દિશા પોલીસ સ્ટેશન મોકલી. જ્યાં પોલીસે સ્વામી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ મામલો દાખલ કરી લીધો છે. બાદમાં છોકરીને મેડિકલ પરીક્ષણ માટે વિજયવાડાની જુની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી. સ્વામીએ કોઈ ખોટું કામ કરવાનો ઇન્કાર કર્યો છે અને દાવો કર્યો છે કે, કેટલાક લોકો આશ્રમની જમીન હડપવા માટે તેની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp