કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં શું છે સોનું કે પિત્તળ? આરોપ પર કમિટીનો જવાબ

PC: twitter.com

કેદારનાથ મંદિરના તીર્થ પુરોહિત અને ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવેલા સોનાના વરખ પર સવાલ ઉઠાવ્યા છે. યાત્રાધામના પૂજારીનો આરોપ છે કે સોનું પિત્તળમાં ફેરવાઈ ગયું છે અને તેની તપાસ થવી જોઈએ.બદરી-કેદાર ટેમ્પલ કમિટી (BKTC) એ એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું કે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે.

હકિકતમાં. ચારધામ મહાપંચાયતના ઉપાધ્યક્ષ અને કેદારનાથના વરિષ્ઠ તીર્થ પુરોહિત સંતોષ ત્રિવેદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં તીર્થ પુરોહિત કહી રહ્યા છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં જે સોનું લગાવવામાં આવ્યું હતું તે હવે પિત્તળમાં બદલાઇ ગયું છે.

તેમણે મંદિર સમિતિનો ઘેરાવ કરીને કહ્યું કે, ગર્ભગૃહમાં સોનાના વરખ લગાવવાના નામ પર સવા અરબ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો છે. BKTC, સરકાર અને વહીવટીતંત્રમાં જે પણ આ કામ માટે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. BKTCએ સોનું લગાવતા પહેલા તેની તપાસ કરવી જોઈતી હતી.

તીર્થધામના પૂજારીઓ મંદિરની અંદર સોનાની સ્થાપનાનો સતત વિરોધ કરી રહ્યા હતા, તેમ છતાં આ કામ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું. સોનાના નામે પિત્તળનું જ પાણી ચઢાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જો તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તીર્થ પુરોહિત ઉગ્ર આંદોલન કરશે.

બીજી તરફ, BKTCના એક્ઝિક્યુટિવ ઓફિસર આર.સી. તિવારીએ જારી કરેલા ખંડન પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેદારનાથ મંદિરના ગર્ભગૃહની દિવાલો અને આભૂષણો પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ ગયા વર્ષે  એક દાનવીર દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની કિંમત એક અબજ 15 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. તથ્ય વગર ભ્રામક માહિતી પ્રસારિત કરીને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

BKTC એ સ્પષ્ટતા કરી કે કેદારનાથ ગર્ભગૃહમાં 23,777.800 ગ્રામ સોનું સ્થાપિત કરવામાં આવ્યું છે, જેની વર્તમાન કિંમત 14.38 કરોડ છે. સોનાના જડિત કામ માટે ઉપયોગમાં લેવાતી તાંબાની પ્લેટનું કુલ વજન 1,001.300 કિગ્રા છે, જેની કિંમત રૂ. 29 લાખ છે. તેમણે કહ્યું કે, આ ભ્રામક માહિતી ફેલાવવા પર નિયમો અનુસાર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp