સોનાની મોંઘવારીએ તોડ્યા બધા રેકોર્ડ, આવતા અઠવાડિયે 60000 સુધી પહોંચી શકે છે ભાવ

PC: zeebiz.com

MCX પર સોનાના ભાવ શુક્રવારના દિવસે કારોબાર દરમિયાન 59461 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા. આ સોનાનો અત્યારસુધીનો અધિકતમ વાયદા ભાવ છે. દિવસનો કારોબાર પૂર્ણ થવાના સમયે 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 59420 રૂપિયા પર રહ્યો. એપ્રિલમાં ડિલીવરીવાળા સોનાના રેટ ગુરુવારે ક્લોઝિંગ લેવલથી 1414 રૂપિયા અથવા 2.44 ટકાના ઉછાળા સાથે ક્લોઝ થયો. મે કોન્ટ્રાક્ટવાળી ચાંદીની કિંમતમાં ત્રણ ટકા અથવા 2118 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો.

કોમોડિટી અને કરન્સી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ વાયદા બજારમાં સોના તેમજ ચાંદીની ખરીદી સાથે સંકળાયેલી રણનીતિ શેર કરતા કહ્યું કે, બુલિયનમાં બુલિશ ટ્રેન્ડ આવતા અઠવાડિયે પણ બની રહેવાની સંભાવના છે કારણ કે, અમેરિકા તેમજ યુરોપમાં બેંકિંગ સાથે સંકળાયેલું સંકટ હાલ સંપૂર્ણરીતે પૂર્ણ થતું દેખાઇ નથી રહ્યું. તેમણે કહ્યું કે, MCX પર આવતા અઠવાડિયે સોનાના ભાવ 60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી જશે.

આ વર્ષે કોઈપણ અન્ય એસેટ ક્લાસની સરખામણીએ MCX ગોલ્ડનું પ્રદર્શન સૌથી દમદાર રહ્યું છે. તેણે કોઈપણ એસેટ ક્લાસની સરખામણીએ સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે અત્યારસુધી MCX ગોલ્ડના ભાવમાં 4366 રૂપિયા એટલે કે આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેમા એકલા માર્ચ મહિનામાં 3628 રૂપિયા એટલે કે 6.51 ટકાની તેજી જોવા મળી છે.

ગુપ્તાએ 59200 રૂપિયાના સ્તર પર MCX એપ્રિલ ગોલ્ડ ફ્યૂચર્સને ખરીદવાની સલાહ આપી છે. તેમણે તેના માટે 60200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. સાથે જ 58650 રૂપિયા પર સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે. તેઓ IIFL સિક્યોરિટીઝમાં કોમોડિટી તેમજ કરન્સી રિસર્ચમાં વાઇસ પ્રેસિડન્ટ છે. સ્વાસ્તિકા ઇવેસ્ટમાર્ટ લિમિટેડના નૃપેન્દ્ર યાદવ કહે છે, આ અઠવાડિયે બહુમૂલ્ય ધાતુઓની કિંમતોમાં ઉતાર-ચડાવની સંભાવના છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ 2023માં ડિલીવરીવાળા સોનામાં 25 રૂપિયા એટલે કે 0.05 ટકાની તેજી સાથે 55326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો. તેનાથી ગત સત્રમાં એપ્રિલ કોન્ટ્રાક્ટવાળા સોનાનો રેટ 55301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો.

આ રીતે જૂન 2023માં ડિલીવરીવાળા સોનામાં 68 રૂપિયા એટલે કે 0.12 ટકાની તેજી સાથે 55776 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તેનાથી ગત સત્રમાં જૂન કોન્ટ્રાક્ટવાળા સોનાનો રેટ 55708 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp