તહેવાર ટાણે સોનાના ભાવ ઉંધા માથે પટકાયો, ચાંદી પણ ઘટી, ખરીદવાની તક છે

PC: moneycontrol.com

હમણાં છેલ્લાં 10 દિવસમાં સોનાના ભાવોમાં મોટો ગાબડાં પડ્યા છે અને જાણકારોનું માનવું છે કે સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે. હવે હિંદુ તહેવારોની વણજાર શરૂ થશે એટલે ધંધો વધશે એવું ઝવેરીઓ માની રહ્યા છે.

જો તમે તહેવારાનો સમયમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે સોનું ખરીદવાનો સારો સમય હોવાનું જાણકારોનું કહેવું છે. સામા તહેવારોએ સોનાનો ભાવ 10 દિવસમાં ઉંધા માથે પટકાયો છે. છેલ્લાં 10 જ દિવસમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 3,000 રૂપિયા નીચે ઉતરી ગયો છે. વૈશ્વિક કારણોને લીધે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવોમાં કડાકો બોલી ગયો છે. ગયા વર્ષે દિલ્હીમાં ધનતેરસના પવિત્ર દિવસે 50 હજાર કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. ચાંદીના ભાવની વાત કરીએ તો  1 ઓકટોબરે ચાંદી 73,500 રૂપિયા પર હતી જે 7 ઓકટોબરે 72,100 પર આવી ગઇ છે. મતલબ કે સપ્તાહમાં 1400 રૂપિયા તુટ્યા છે.

સોનાના ભાવોમાં થયેલા ઘટાડાને કારણે ઝવેરીઓના ચહેરા પર રોનક આવી ગઇ છે, કારણે સોનાના ભાવો ઉંચા હોય ત્યારે જોઇએ તેટલું સોનું વેચાતું નથી, પરંતુ આ વખતે ધનતેરસના દિવસે ઝવેરીઓની ગયા વર્ષ કરતા 30 ટકા વધારે સોનું વેચાવવાની આશા રાખીને બેઠા છે.

ઝવેરીઓનું કહેવું છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડાની બજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે. લોકો રોકાણ માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. શુક્રવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 57,310 રૂપિયા હતો. તો ચેન્નાઇમાં 57.650, મુંબઇમાં 57,230, કોલકાત્તામાં 57,230 રૂપિયાનો ભાવ હતો. મતલબ કે મુંબઇ અને કોલકાત્તામાં સરખો ભાવ હતો.

ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધ્યક્ષ કુચા મહાજનીના યોગેશ સિંઘલે જણાવ્યું હતું કે ગયા વર્ષે દિલ્હીમાં ધનતેરસ પર દિલ્હીના જ્વેલરી માર્કેટમાં 45 હજારથી 50 હજાર કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું.

વાયદા બજારમાં સોનાનો ભાવ 29 રૂપિયા વધીને 56,637 રૂપિયા પર પહોંચ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના કોન્ટ્રાક્ટમાં 29 રૂપિયા અથવા 0.05 ટકા વધીને 56,637 ભાવ થયો હતો. આ કોન્ટ્રાક્ટમાં 16,194 લોટના સોદા થયા હતા.

વાયદા બજારમાં ચાંદીના ભાવમાં પણ 157 રૂપિયાનો વધારો જોવાયો હતો. ચાંદી કિલોગ્રામ દીઠ 66.925 પર પહોંચી હતી.મલ્ટી કોમોડિટીઝ એક્સચેન્જ પર ડિસેમ્બર ડિલીવરી માટેના કોન્ટ્રેક્ટમાં ચાંદી 157 અથવા 0.24 ટકા વધીને 66,925 પર પહોંચી હતી.

નોંધ- માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, બજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp