બાલાસોર દુર્ઘટના બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના, ઓડિશામાં પાટા પરથી ઉતરી માલગાડી

PC: zeenews.india.com

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના થઈ છે. ઓડિશાના બરગઢમાં માલગાડી દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ છે. માલગાડીની 5 બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. માલગાડીમાં ચૂના પથ્થર લાદેલા હતા અને તેના 5 ડબ્બા બરગઢમાં પાટા પરથી ઉતરી ગયા. જોકે, દુર્ઘટનામાં કોઈને કોઈપણ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. ઈસ્ટ કોસ્ટ રેલવેનું પણ દુર્ઘટના પર નિવેદન આવ્યું છે. રેલવેએ જણાવ્યું કે, પ્રાઈવેટ સીમેન્ટ કંપની દ્વારા આ માલગાડીને ચલાવવામાં આવી રહી હતી. તે નેરો ગેજ સાઇડિંગ પર ચાલી રહી હતી. કંપની દ્વારા જ રોલિંગ, એન્જિન, વેગન, ટ્રેન ટ્રેક (નેરો ગેજ) સહિત તમામ પાયાના ઢાંચાની દેખરેખ કરવામાં આવી રહી છે.

આ અગાઉ શુક્રવારે ઓડિશામાં દર્દનાક રેલ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અત્યારસુધી 275 લોકોનો જીવ જઈ ચુક્યા છે. જ્યારે, 1100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 187 શવોની ઓળખ નથી થઈ શકી. બાલાસોરમાં બહાનગા બજાર સ્ટેશનની પાસે આ દુર્ઘટના બની હતી. અહીં ચેન્નઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસની લૂપ લાઇનમાં ઊભેલી માલગાડી સાથે ટક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ કોરોમંડલના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ડબ્બાઓની પાસેની લાઇનમાંથી પસાર થઈ રહેલી યશવંતપુર હાવડા એક્સપ્રેસ સાથે ટક્કર થઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, બહાનગા બજાર રેલવે સ્ટેશનની પાસે માલગાડી લૂપ લાઇનમાં ઊભી હતી. દરમિયાન, ચેન્નઈથી હાવડા જઈ રહેલી 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનગા બજાર સ્ટેશનની પાસે પહોંચી. કોરોમંડલ એક્સપ્રેસ સ્પીડથી મેન અપ લાઇનમાંથી પસાર થઈ રહી હતી. ત્યારે તે મેન લાઇનથી લૂપ લાઇનમાં આવી ગઈ અને ત્યાં ઊભી રહેલી માલગાડી સાથે તેની ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને ત્રીજી લાઇનમાંથી પસાર થઈ રહેલી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ ગયા. આ બંને ટ્રેનોના બહાનગા બજાર સ્ટેશન પર સ્ટોપેજ નથી. બંને જ ટ્રેન સ્પીડમાં હતી, એવામાં ટ્રેનના ડબ્બા એકબીજા પર ચડી ગયા. દુર્ઘટનામાં 275 લોકોના મોત થઈ ગયા.

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળ પર છે. તેમણે જણાવ્યું કે, ટ્રિપલ ટ્રેન એક્સિડન્ટમાં CBI તપાસમાં માંગ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે દુર્ઘટનાના દિવસે દુર્ઘટનાનું કારણ ઇલેક્ટ્રિક પોઇન્ટ મશીન અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગને જણાવ્યું હતું. વૈષ્ણવે કહ્યું, પોઇન્ટ મશીનનું સેટિંગ બદલી દેવામાં આવ્યું હતું, એવુ કઈ રીતે અને શા માટે કરવામાં આવ્યું તે તપાસ રિપોર્ટમાં સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp