- National
- તમારા પેન કાર્ડમાં છુપાયેલી જાણકારી મેળવી છે? નહીં મેળવી હોય તો આ વાંચી લો
તમારા પેન કાર્ડમાં છુપાયેલી જાણકારી મેળવી છે? નહીં મેળવી હોય તો આ વાંચી લો
પેન કાર્ડ વર્તમાન સમયમાં નાણાકીય વહેવારો માટે મુખ્ય સાધન છે. પેન કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે. જો તમે ઓર્ગેનાઇઝ સેકટરમાં કામ કરતા હો તો પગાર મેળવવા માટે પેન કાર્ડ હોવું જરૂરી છે. કેન્દ્ર સરકારે પેન કાર્ડના નિયમોમાં એવા બદલાવ કર્યા છે કે આજના સમયમાં મોટાભાગના લોકોએ પેન નંબર લેવો જ પડે છે. પેન નંબર એ 10 ડિજિટનો અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. જેને દરેક વ્યકિત સમજવા માંગે છે. તમારી પાસે પણ પેન કાર્ડ હશે, જેમાં જન્મની તારીખની નીચે પેન (Permanent Account Number) લખ્યો હોય છે. પેન કાર્ડપરના અલ્ફાન્યૂમેરિક નંબરોનો ખાસ મતલબ હોય છે અને એમાં ઘણી માહિતીઓ છુપાયેલી હોય છે.
પેન કાર્ડ પર જન્મતિથિની નીચે એક અલ્ફાન્યૂમેરિક નંબર લખેલો હોય છે. પેનની શરૂઆત અંગ્રેજીના કેટલાંક લેટર્સ સાથે થાય છે, જે મોટા મોટા અક્ષરોમાં લખ્યા હોય છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ શરૂઆતના ત્રણ ડિજિટ અગ્રેંજી આલ્ફાબેટ સિરિઝને દર્શાવે છે. આ આલ્ફાબેટિક સીરિઝમાં AAAથી લઇને ZZZ સુધીમાં અંગ્રેજીના કોઇ પણ ત્રણ અક્ષરની સીરીઝ હોય શકે છે. એ આવકવેરા વિભાગ નક્કી કરે છે.
પેન કાર્ડમાં ચોથો અક્ષર કરદાતાના સ્ટેટસને દર્શાવે છે. મતલબ ચોથા સ્થાન પર જો P લખ્યું હોય તો એ નંબર પર્સનલ છે એવું દર્શાવે છે એટલે કે વ્યકિતગત કાર્ડ છે. જો F લખ્યું હોય તો ફર્મનો પેન કાર્ડ છે. એ જ રીતે C લખ્યું હોય તો કંપની, AOP એટલે એસોસિયેશન ઓફ પર્સન,T એટલે ટ્રસ્ટ, H અવિભાજીત હિંદુ પરિવાર (એચયુએફ), B એટલે બોડી ઓફ ઇન્ડિવિઝયુઅલ, L એટલે લોકલ, J એટલે આર્ટિફિશિલ જયુડિશિયલ પર્સન, G એટલે ગર્વમેન્ટ.
પેનનો પાંચમો ડિજિટ અંગ્રેજીનો એક અક્ષર હોય છે. એ પેન કાર્ડ ધારકની અટકનો પહેલો અક્ષર દર્શાવે છે. દા.ત. કોઇની અટક કુમાર કે ખુરાના હોય તો પેનનો પાંચમો ડિજિટ K હશે.અટકના પહેલા અક્ષર પછી 4 અંક હોય છે. એ નંબર 0001થી 9999ની વચ્ચેનો કોઇ પણ આંકડો હોય છે. એ નંબર આવકવેરા વિભાગની ચાલી રહેલી સિરિઝને બતાવે છે.
પેન કાર્ડ ખુબ જ મહત્ત્વનો ડોકયુમેન્ટ છે, મોટે ભાગની જગ્યાએ પુરાવા તરીકે પાન કાર્ડ માંગવામાં આવે છે.

