ભારત સરકારે ગત વર્ષે સેનાઓ પર કર્યો 667024160000 રૂપિયાનો ખર્ચ,રિપોર્ટમાં ખુલાસો

PC: newsclick.in

ભારત દેશની સરહદ કુલ 8 દેશો સાથે જોડાયેલી છે, જેમાંથી 7 દેશો સાથે જમીની સીમા તો એક દેશ સાથે સમુદ્ર સીમા લાગે છે. આ 8 દેશોમાં ચીન, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ભારત માત્ર શ્રીલંકા સાથે સમુદ્ર સીમા શેર કરે છે, જ્યારે બાકીના દેશો સાથે જમીની સીમા શેર કરે છે. ભારત સૌથી વધુ સરહદ બાંગ્લાદેશ સાથે શેર કરે છે તો સૌથી ઓછી અફઘાનિસ્તાન સાથે શેર કરે છે. તેમજ, જો આપણે વાત કરીએ કે ભારતને સૌથી વધુ જોખમ કયા પાડોશી દેશોથી છે તો તમારા મગજમાં સૌથી પહેલા નામ ચીન અને પાકિસ્તાનના જ આવશે. ભારત ચીનની સાથે 3380 કિલોમીટરની જમીનની સરહદ શેર કરે છે, જ્યારે પાકિસ્તાન સાથે આપણી બોર્ડર 3323 કિલોમીટર સુધી લાગે છે.

આ બંને દેશો સાથે ભારત દેશની હંમેશાં તનાતની રહે છે. આ જ બંને દેશોના કારણે ભારતે પોતાના બજેટનો એક મોટો હિસ્સો સુરક્ષા વ્યવસ્થા પર ખર્ચ કરવો પડે છે. હવે આ જ વિષય પર એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમા એ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે, ગત વર્ષ 2022માં સરકારે દેશની સેનાઓ સહિત કેટલો ખર્ચ પોતાની મિલિટ્રી પર કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (SIPRI) ના એક રિપોર્ટ અનુસાર, ભારતે ગત વર્ષે પોતાની બોર્ડર પર 8.1 બિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે. તેને આપણે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ આંકડો 667024160000 રૂપિયા થશે. સરળ શબ્દોમાં આ લગભગ 66670 કરોડ રૂપિયા થશે.

તેમજ, વર્ષ 2021ના ખર્ચાને જોઈએ તો સરકારે ખર્ચામાં છ ટકાનો વધારો કર્યો છે. તે 2022 માં દેશની કુલ GDP ના 2.4% છે અને દુનિયાભરમાં સેનાઓ પર ખર્ચ કરવામાં આવેલા કુલ રૂપિયાના 3.6% છે. પોતાના સેનાઓ પર સૌથી વધુ ખર્ચ કરવાના મામલામાં ભારત દુનિયામાં ચોથા નંબર પર આવે છે. આ લિસ્ટમાં અમેરિકા નંબર વન છે, તેણે વર્ષ 2022માં પોતાની સેના પર 877 બિલિયન ડૉલર્સ ખર્ચ કર્યો. તેમજ, બીજા નંબર પર રહેલા ચીને 292 બિલિયન ડૉલરનો ખર્ચ કર્યો છે. ત્યારબાદ રશિયાનો નંબર આવે છે, જેણે પોતાની સેનાઓ પર કુલ 81.4 બિલિયન ડૉલર્સનો ખર્ચ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp