2019 ચૂંટણી પહેલા સરકાર 3 લાખ કરોડ RBIમાંથી કાઢવા માગતી હતીઃ પૂર્વ ડે.ગવર્નર

PC: gqindia.com

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના પૂર્વ ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ દાવો કર્યો છે કે વર્ષ 2018માં સરકારમાં બેઠેલો કેટલાંક લોકો 2019ની ચૂંટણી પહેલાં લોકોને લોભામણી લાલચ આપવા માટે RBIમાંથી 3 લાખ કરોડ ઉપાડવા માંગતા હતા, પરંતુ RBI તરફથી તેનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

વિરલ આચાર્ય તેમના પુસ્તકમાં લખ્યું છે કે 2019ની ચૂંટણી માટે સરકાર RBIના 3 લાખ કરોડનો ઉપયોગ કરવા માંગતી હતી, પરંતુ વિરોધને કારણે એ શક્ય બન્યું નહોતું અને એ પછી RBI અને સરકાર વચ્ચે મતભેદો વધી ગયા હતા.

તે સમયે સરકારે RBIને સૂચના જારી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એક્ટની કલમ 7નો ઉપયોગ કરવાની ચેતવણી પણ આપી હતી. આ મામલો સૌપ્રથમ RBI ના તત્કાલિન ડેપ્યુટી ગવર્નર આચાર્યે 26 ઓક્ટોબર, 2018ના રોજ એક લેક્ચરમાં ઉઠાવ્યો હતો. હવે આ એપિસોડને તેમના પુસ્તક 'ક્વેસ્ટ ફોર રિસ્ટોરિંગ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઈન ઈન્ડિયા'ના નવા પ્રસ્તાવનામાં પણ મુખ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. આમાં, સરકારના પ્રયાસોને કેન્દ્ર દ્વારા રાજકોષીય ખાધના પાછલા દરવાજેથી નાણાબંધી તરીકે વર્ણવવામાં આવ્યો છે.

આચાર્યએ વર્ષ 2020માં પહેલીવાર પ્રકાશિત પોતાના પુસ્તકના નવા સંસ્કરણની પ્રસ્તાવનામાં કહ્યું કે નોકર શાહ અને સરકારમાં બેઠેલો લોકો અગાઉની સરકારોના કાર્યકાળમાં RBIમાં જમા થયેલી મોટી રકમને વર્તમાન સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાની યોજના બનાવી હતી.

RBI દર વર્ષે પોતાનો નફો પુરેપુરો સરકારને આપવાને બદલે તેમાંનો કેટલોક હિસ્સો અલગ રાખે છે. આ હિસ્સો વર્ષો જતા મોટી રકમમાં બદલાઇ જાય છે. આચાર્યએ કહ્યુ કે 2016ની નોટબંધી પહેલાના 3 વર્ષોમાં RBIએ સરકારને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. પરંતુ નોટબંધીના વર્ષોમાં ચલણી નોટના પ્રિન્ટીંગ પાછળનો ખર્ચ વધવાને કારણે સરકારને ટ્રાન્સફરની રકમમાં ઘટાડો થયો હતો. એવી સ્થિતિમાં 2019માં ચૂંટણી પહેલા સરકારે પોતાની ડિમાન્ડ વધારી દીધી હતી, કારણકે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને ચૂકી જવાથી રાજકોષીય ખાધ વધી હતી.

તેમણે સરકારના ઇરાદા પર નિશાન સાધીને કહ્યુ છે કે જ્યારે કેન્દ્ર બેંક પાસે આટલી મોટી રકમ પડી છે તો પછી ચૂંટણી ખર્ચ પર કાપ મુકવાની શું જરૂર છે. વિરલ આચાર્ય RBIમાં ડેપ્યુટી ગર્વનર પદે હતા અને તેમણે પોતાના કાર્યકાળ પુરો થવાના 6 મહિના પહેલા 2019માં રાજીનામું આપી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp