પંજાબમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન? રાજ્યપાલે CM માનને આપી ચેતવણી, જાણો શું છે મામલો

પંજાબના રાજ્યપાલ બનવારીવાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે ચાલી રહેલો વિવાદ થોભવાનું નામ લઈ રહ્યો નથી. રાજ્યપાલ પુરોહિતે શુક્રવારે ભગવંત માન સરકાર પર સંવિધાન વિરુદ્ધ કામ કરવા અને તેમની ચિઠ્ઠીનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે મુખ્યમંત્રી ભગવંત માનને ચિઠ્ઠી લખીને ચેતવણી આપી કે, જો તેમણે તેમની ચિઠ્ઠીનો જવાબ ન આપ્યો તો તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને ચિઠ્ઠી લખશે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરશે. પુરોહિતે એવી પણ ચીમકી આપી કે તેઓ રાજ્યમાં સંવૈધાનિક તંત્રની નિષ્ફળતા માટે ગુનાહિત કાર્યવાહી શરૂ કરશે.

રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે ચાલી રહેલી ખટપટ વચ્ચે પુરોહિતે ભગવંત માન પાસે પંજાબમાં કથિત રીતે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવા સંબંધિત તેમના ચિઠ્ઠીનો જવાબ આપવાની માગ કરી છે. સાથે જ રાજ્યમાં મોટા પ્રમાણ પર નશીલી દવાઓના બિઝનેસ પર કાર્યવાહીનો રિપોર્ટ પણ માગ્યો છે. પુરોહિતે ચિઠ્ઠીમાં લખ્યું કે, 1 ઑગસ્ટ 2023ના રોજ પોતાના પાત્રાચારના સંબંધમાં ફરી એક વખત ચિઠ્ઠી લખવા માટે બાધ્ય છું. આ ચિઠ્ઠીઓ છતા, તમે અત્યાર સુધી મારા દ્વારા માગવામાં આવેલી જાણકારી આપી નથી. એવું પ્રતીત થાય છે કે તમે જાણીજોઇને માગવામાં આવેલી જાણકારી આપવાની ના પાડી રહ્યા છો.

તેમણે કહ્યું કે, મને એ જાણીને દુઃખ છે કે ભારતના સંવિધાનના અનુચ્છેદ 167ના સ્પષ્ટ પ્રાવધાનો છતા જે મુખ્યમંત્રી માટે રાજ્યના મામલાઓના પ્રશાસન સાથે સંબંધિત એવી બધી જાણકારી પ્રસ્તુત કરાવવાનું અનિવાર્ય બનાવે છે, પરંતુ તમે મારા દ્વારા માગવામાં આવેલી જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યા છો. રાજ્યપાલ દ્વારા માગવામાં આવેલી જાણકારી ન આપવું સ્પષ્ટ રૂપે એ સંવૈધાનિક કર્તવ્યનું અપમાન હશે, જે અનુચ્છેદ 167(B) હેઠળ મુખ્યમંત્રી પર લગાવવામાં આવ્યું છે. મને પંજાબના નશીલી દવાઓના મોટા પ્રમાણ પર ઉપલબ્ધતા અને દુરુપયોગ બાબતે અલગ-અલગ એજન્સીઓ પાસેથી રિપોર્ટ મળ્યા છે.

પુરોહિતે કહ્યું કે, આ દવાઓ દુકાનમાં ઉપલબ્ધ છે. એક નવું ચલણ જોવા મળ્યું કે તેઓ સરકાર દ્વારા નિયંત્રિત દારૂની દુકાનોમાં વેચવામાં આવી રહી છે. તેમણે NCB અને ચંડીગઢ પોલીસની હાલની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. જેમણે લુધિયાણામાં ડ્રગ્સ વેચનારી 66 દારૂની દુકાનોને સીલ કરી દીધી. તેમણે કહ્યું કે, સંસદીય સ્થાયી સમિતિના હાલના રિપોર્ટથી ખુલાસો થયો કે પંજાબમાં દરેક 5માંથી એક નશાનો આદિ છે. એ તથ્ય પંજાબમાં કાયદા વ્યવસ્થાને ધ્વસ્ત થવા તરફ ઈશારો કરે છે. કૃપયા આ દવાઓના મામલે તમારા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સંબંધિત એક રિપોર્ટ તાત્કાલિક મારા કાર્યાલય પર મોકલો.

ચિઠ્ઠીમાં ચીમકી આપવામાં આવી છે કે એ પહેલા કે હું સંવૈધાનિક તંત્રની નિષ્ફળતા બાબતે અનુચ્છેદ 356 હેઠળ ભારતના રાષ્ટ્રપતિને એક રિપોર્ટ મોકલવા અને IPCની કલમ 124 હેઠળ ગુનાહિત કાર્યવાહી શરૂ કરવા બાબતે નિર્ણય લેવા જઇ રહ્યો છું. હું તમને પૂછું છું. મને ઉપર લિખિત મારી ચિઠ્ઠીઓ હેઠળ માગવામાં આવેલી અપેક્ષિત જાણકારી મોકલવા સાથે-સાથે રાજ્યમાં નશીલી દવાઓની સમસ્યાઓના સંબંધમાં તમારા દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના સંબંધમાં પણ જાણકારી ઉપલબ્ધ કરાવો. અન્યથા મારી પાસે સંવિધાન અને કાયદા મુજબ કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.