સરકારે ખેડૂતની ખાનગી જમીન 26 લોકોને ફાળવી, ત્યાર પછી ભૂલ સ્વીકારી, પરંતુ...

PC: jantaserishta.com

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આર્થિક રીતે નબળા લોકોને એક વ્યક્તિની ખાનગી જમીન આપવામાં આવી હતી. બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી (BDA)એ આર્કાવતી લેઆઉટમાં એક ખેડૂતની 20 ગુંઠા જમીન પર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 26 જગ્યાઓ ફાળવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેણે આ સાઇટ્સ ક્યારેય હસ્તગત કરી જ ન હતી અને તે કોઈની ખાનગી મિલકત છે. હવે આ જમીનનો માલિક સતત BDAને તેની જમીન પાછી આપવા વિનંતી કરી રહ્યો છે.

આ મિલકત મોહન રેડ્ડીના પરિવારની છે. સૂત્રો સાથે વાત કરતા, રેડ્ડીએ કહ્યું, 'હું KR પુરમ હોબલીના ચેલાકેરે ખાતે 30 ગુંઠા (સાઇટ નં. 128/1)નો માલિક છું, જેમાંથી 10 ગુંઠા ગટર અને રોડને પહોળા કરવા માટે નોટિફાય કરવામાં આવી હતી અને હસ્તગત કરવામાં આવી હતી. આ માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી હતી. પ્રારંભિક અથવા છેલ્લી સૂચનામાં બાકીની 20 ગુંઠાનો કોઈ ઉલ્લેખ નથી. મને આ ફાળવણીની જાણ ત્યારે થઈ જ્યારે જે લોકોને આ જમીન ફાળવવામાં આવી હતી, તેઓએ તેમની મિલકતનો કબજો લેવાનો પ્રયાસ કર્યો. સાઇટ નંબર 968 થી 994, તમામ પરિમાણ 20×30 ચોરસ ફૂટ, હવે ફાળવવામાં આવ્યા છે.'

રેડ્ડીએ 22 ડિસેમ્બર, 2021 અને 23 ડિસેમ્બર, 2022ના રોજ BDA કમિશનરને પત્રો લખ્યા હતા, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. તેણે કહ્યું, 'આ વર્ષે જાન્યુઆરીમાં, એક વ્યક્તિ કે જેને જમીન ફાળવવામાં આવી હતી તે તેના માટે ઘર બનાવવા માટે નિર્ધારિત સ્થળ પર આવ્યો. તેને મારી મિલકત પર અતિક્રમણ કરતા રોકવા માટે મેં હેન્નુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ કરી હતી.'

એન્જિનિયરિંગ વિભાગના એક અધિકારીએ સ્વીકાર્યું કે ભૂલ BDAની હતી. તેણે કહ્યું, 'તે એક ભૂલ હતી. આ ફાળવણી 2014 થી 2018 વચ્ચે થઈ હતી. તે જમીન સંપાદન અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓની ભૂલ છે. કોણે ખોટું કર્યું છે તે તપાસમાં બહાર આવશે.'

જ્યારે ઉકેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'અમે હવે ફાળવેલ જમીન પાછી લઈ શકતા નથી. જમીનની કિંમત હવે 15 કરોડની આસપાસ છે. તેનો ઉકેલ એ છે કે જો તે કમિશનરને વિનંતી કરે અને બોર્ડ પણ તેનો સ્વીકાર કરે તો તેને તે જ લેઆઉટમાં વિકસિત જમીનના 50 ટકા જમીન આપી શકાય. જોકે, રેડ્ડી પ્રસ્તાવિત ડીલથી નાખુશ છે. તેઓ કહે છે, 'ખેડૂતો ભિખારી નથી, કે જેઓ BDA દ્વારા આપવામાં આવેલી 50 ટકા જમીન સ્વીકાર કરી લે. મારે કોઈપણ પ્રકારની વિકસિત જમીન જોઈતી નથી. મારે ફક્ત મારા પૂર્વજોની જમીન પાછી જોઈએ છે.'

જમીન સંપાદન વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, તે વિગતો સાથે પાછી આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp